શહેરના ચકચારભર્યા રક્ષિત ચૌરસિયા કાંડના આરોપી તથા એનડીપીએસ એક્ટના ગુનાના પણ આરોપી પ્રાંશુ ચૌહાણ ને જામીન મળતા હવે સરકાર તરફે સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરી છે – તેમ મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈએ મીડિયાને જણાવ્યું છે.
અનિલ દેસાઇએ જણાવ્યું હતું કે રક્ષિત ચૌરસીયાએ કરેલા કાંડમાં એક મહિલાનું મોત થયું હતું, આ અકસ્માતમાં પ્રાંશુની કાર હતી અને તેણે પણ ગાંજાનું સેવન કરેલું છે તેવો એફએસએલ રિપોર્ટ પણ આવ્યો છે. અકસ્માતમાં તે સાથે બેઠેલો હતો. આ સંજોગોમાં તેને એરેસ્ટ કરાયો હતો પણ તેને કોર્ટમાંથી રિલીઝ કરાયો હતો. જો કે આ ગુનાના કામે નવા કાયદા મુજબની કલમ લગાવાયેલી છે જેમાં 10 વર્ષની સજાની જોગવાઇ છે.
પ્રાંશુને કોર્ટ દ્વારા છોડી મુકાયો હતો તે મામલે રિવીજન અરજી દાખલ કરાયેલી છે જેની આગામી ગુરુવારે સુનાવણી થશે. બંનેએ નશાની હાલતમાં અકસ્માત કરેલો છે. કોર્ટના હકુમને પડકારીને અમે સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી દાખલ કરેલી છે.,
Reporter: admin