નદી તથા વરસાદી કાંસોમાં ઠલવાતા ગંદા પાણી નો નિકાલ કરનારા સામે કડક પગલાં ભરવા સુચના.

કમિશનર અરુણ બાબુએ બેઠક બોલાવીને વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત વરસાદને લગતી તમામ કામગિરીની સમિક્ષા કરી હતી. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કામગિરી તથા વરસાદી કાંસોની સફાઇની કામગિરીની ચર્ચા કરાઇ હતી. તો સાથે નદી કાંઠા પર પ્લાન્ટેશન તથા તેની જાળવણી પર પણ ચર્ચા કરાઇ હતી. નદી તથા વરસાદી કાંસોમાં ઠલવાતા ગંદા પાણી નો નિકાલ કરનારા સામે કડક પગલાં ભરવા પણ સુચના અપાઇ હતી
નદીમાં વસવાટ કરતા મગર અને કાચબાની જાળવણીની પણ ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં સમિતીના સભ્ય રોહિત પ્રજાપતિ, નેહાબેન સરવટે, મિતેશ પંચાલ તથા સિંચાઇ વિભાગના અધિકારીઓ, હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તથા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા.
Reporter: admin







