B.Sc નાં ડીગ્રી કોર્સની જગ્યાએ, B.A.C નામનાં ભળતા જ ડીગ્રી કોર્સનાં પ્રમાણપત્ર રજુ થયા ?..
ડે.ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટે પણ ભરતી વખતે નકલી અનુભવ પ્રમાણપત્રો-ડીગ્રી સર્ટિફિકેટ રજુ કર્યા ?..
આ ભરતી કૌભાંડમાં જો સનદી અધિકારીઓ કે નેતાઓની પણ જો સંડોવણી હોય તો તે પણ તપાસમાં બહાર આવવી જોઈએ..

ચીફ ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી કૌભાંડની પણ નિષ્પક્ષ તપાસ મ્યુનિસિપલ કમિશનર તથા ડે.મ્યુ. કમિશનર કરાવશે ખરા ?...
વડોદરા ફાયર બ્રિગેડ પણ હવે અમદાવાદ ફાયર બ્રિગેડની જેમ બોગસ અનુભવ સર્ટિફીકેટ અને બોગસ ડિગ્રી સર્ટિફિકેટના આધારે નોકરી મેળવવાનું સ્થળ બની ગયું હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. આ રેલો અધિકારીઓના પગ નીચે પણ આવી શકે તેમ છે. વડોદરા ફાયર બ્રિગેડના ડે.સીએફઓ નૈતિક ભટ્ટ બોગસ અનુભવ સર્ટિફીકેટ અને બોગસ ડિગ્રી સર્ટિફીકેટના આધારે નોકરી રહી રહ્યા હોવાની સનસનીખેજ માહિતી મળી છે. અમદાવાદ કોર્પોરેશને તો આ મામલે વિજીલન્સ તપાસ પણ નૈતિક ભટ્ટ સામે શરુ કરી હતી પણ નૈતિક ભટ્ટે ગોઠવણ કરીને ચાલુ વિજીલન્સ તપાસમાં જ પોતાનું રાજીનામુ મંજૂર કરાવીને,ગોઠવણ સાથે વડોદરા ફાયર બ્રિગેડમાં ડે.સીએફઓ તરીકે નોકરી મેળવી લીધી. હતી. નૈતિક ભટ્ટનાં અમદાવાદ ફાયર બ્રિગેડનાં સર્વિસ રેકોર્ડ મુજબ બધું પોલમપોલ છે, નૈતિક ભટ્ટે બી. એ. સી. ફાયર એન્ડ સેફ્ટીનો કોર્સ કરેલો છે,તેવો ઉલ્લેખ છે. નવાઇની વાત એ છે કે બી.એ.સી ફાયર એન્ડ સેફ્ટી જેવો કોઇ કોર્સ આખા ભારતમાં ક્યાંય ચાલતો નથી. બી.એ.સી ફાયર એન્ડ સેફ્ટી એટલે બેચલર ઓફ આર્ટસ ? જેવો સવાલ પણ થાય તે સ્વાભાવિક છે. વડોદરા કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓએ નૈતિક ભટ્ટ સામે કેમ વિજીલન્સ તપાસ શરૂ કરી નથી ? તેમણે ક્યાં,કઈ કોલેજમાં B.A.C નામનો ફાયરનો ડીગ્રી કોર્સ કરેલો છે?તેમણે જે કંપનીનો અનુભવ દર્શાવ્યો છે ત્યાં તેમણે કામ કરેલું છે કે નહી? તેમણે નોકરી મેળવવા રજૂ કરેલા તમામ દસ્તાવેજો સાચા છે કે નહી તે સહિતના કોઇપણ મુદ્દાની તપાસ કર્યા વગર ડે.સીએફઓની ખુરશી પર નૈતિક ભટ્ટને બેસાડી દીધા છે. આ જ રીતે રાણાજીના રાજમાં અનુભવ અને લાયકાત નહી હોવા છતાં મનોજ પાટીલને પણ કોર્પોરેશને સીએફઓ બનાવી દીધા છે. સીએફઓની નિમણુક શંકાને પ્રેરે છે. તેમણે તો વળી ગુજ યુનિ મહારાષ્ટ્રમાં બતાવી છે. અને તેમના અનુભવમાં લોચા લાપસી છે. ફાયર બ્રિગેડમાં લોકોની જાનમાલની સુરક્ષા કરી શકે તેવા હોંશિયાર, તેનો કોર્સ કરેલા અને તેનો જ અનુભવ ધરાવતા સક્ષમ અધિકારીઓની ભરતી કરવાના બદલે આવા લેભાગુ બોગસ ડિગ્રી લઇને ફરતા લોકોને અધિકારી બનાવીને વડોદરા કોર્પોરેશન લોકોના જાનમાલ સાથે ચેડાં કરી રહ્યું છે. નવાઇની વાત એ છે કે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ માત્ર તપાસના નામે નાટક જ કર્યા કરે છે.
નોકરી અને અનુભવ તથા ડિગ્રીના પુરાવા જ શંકાસ્પદ...
નૈતિક ભટ્ટ અગાઉ અમદાવાદ ફાયર બ્રિગેડમાં સ્ટેશન ઓફિસર તરીકે નોકરી કરતા હતા ત્યારે તેમની સર્વિસ રેકોર્ડ મુજબ તેમણે જે અભ્યાસ કરેલો છે તે કોલમમાં બી. એ. સી. ફાયર એન્ડ સેફ્ટી જણાવેલો છે. આ જોઇને અભણ માણસ પણ સમજી શકે કે આવો કોઇ ફાયરનો કોર્સ આખા ભારતમાં ક્યાંય નથી. બી.એ.સી ફાયર સેફ્ટી કોર્સ ક્યાંથી તેમણે કરેલો છે તેનો ઉલ્લેખ પણ કરાયેલો નથી અને તેથી જ દાળમાં કાળુ હોવાની ગંધ આવી રહી છે. નૈતિક ભટ્ટે વડોદરામાં નોકરી મેળવવા માટે રજૂ કરેલા નોકરી અને અનુભવ તથા ડિગ્રીના પુરાવા શંકાસ્પદ છે અને તેની ઉંડી તપાસ થવી જરુરી છે.
નૈતિક ભટ્ટે ચાલુ વિજીલન્સ તપાસમાં ગોઠવણ કરીને યેનકેન પ્રકારેણ પોતાનું રાજીનામુ મંજુર કરાવી દીધું...
નૈતિક ભટ્ટે ચાલુ વિજીલન્સ તપાસમાં ગોઠવણ કરીને યેનકેન પ્રકારેણ પોતાનું રાજીનામુ મંજુર કરાવી દીધું હતું. નૈતિક ભટ્ટને વિજીલન્સે જે પત્ર લખેલો છે તેમાં જણાવાયું છે કે અમદાવાદ ફાયર બ્રિગેડમાં સ્ટેશન ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા નૈતિક કમલેશ કુમાર ભટ્ટ વિરુદ્ધ વિજીલન્સ તપાસ બાબતે તપાસ ચાલી રહી છે. અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જુદી જુદી સરકારી અર્ધ સરકારી ખાનગી કંપનીઓની બિન અધિકૃત ખોટી સ્પોન્સરશીપથી નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર ખાતે પ્રવેશ મેળવીને પ્રાપ્ત કરેલ શૈક્ષણિક લાયકાતના અનુસંધાને પ્રાથમિક વિજીલન્સ તપાસ કરવા કમિશનરે આદેશ આપેલો છે. તેના અનુસંધાનમાં ચાલી રહેલી વિજીલન્સ તપાસમાં નૈતિક ભટ્ટનું પણ નિવેદન લેવાનું છે. આ પત્ર 3-10-2024ના રોજ નૈતિક ભટ્ટને વિજીલન્સ દ્વારા લખાયેલો છે પણ નૈતિક ભટ્ટે ચાલુ વિજીલન્સ તપાસમાં જ વડોદરા ફાયર બ્રિગેડમાં નોકરી મેળવી અમદાવાદ ફાયર બ્રિગેડમાંથી સ્વૈચ્છીક નિવૃત્તી મેળવી લીધી હતી!! અને 16-12-2024એ તેમણે નોટિસ આપી હતી અને 15-01-2025ના રોજ તેમને છુટા કરાયા હતા. તેમણે એવી ગોઠવણ કરી હતી કે તેમને તત્કાળ છુટા પણ કરી દેવાયા હતા કારણ કે વિજીલન્સ તપાસમાં તેમની નીચે પણ રેલો આવવાનો હતો.
કમિશનરે તત્કાળ સીએફઓ અને તમામ ફાયર અધિકારીનો ડિગ્રી અનુભવ ચકાસવો જોઇએ...
વડોદરા કોર્પોરેશન માટે હવે નૈતિક ભટ્ટે વડોદરામાં રજૂ કરેલો પુરાવો તથા ખોટો અનુભવ તથા ડિગ્રી તપાસનો વિષય છે. કમિશનરે તત્કાળ સીએફઓ અને તમામ ફાયર અધિકારીનો ડિગ્રી અનુભવ ચકાસવો જોઇએ બી.એ.સી. એટલે બેચલર ઓફ આર્ટસ કોર્સ ? તેવો સવાલ થઇ રહ્યો છે. વ઼ડોદરા ફાયર બ્રિગેડમાં અનુભવ અને ડિગ્રીનું મોટુ કૌભાંડ ચાલી રહ્યું છે અને સીએફઓની નિમણુક તો શંકાને પ્રેરે જ છે. તેમણે તો ગુજરાત યુનિ મહારાષ્ટ્રમાં બતાવી છે. અને તેમના અનુભવમાં ગરબડ છે.
ડે.ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટે અનાર કંપનીમાં ખરેખર નોકરી કરી છે ખરી...
ડે.ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટની જન્મ તારીખ 07-08-1992 છે અને 07-08-20210ના રોજ તેમના 18 વર્ષ પૂર્ણ થાય છે. જો કે નવાઇની વાત એ છે કે નૈતિક ભટ્ટ અમદાવાદની વટવાની અનાર કેમિકલ્સ નામની કંપનીમાં 5 વર્ષની નોકરી કરેલી છે. જો તેમણે 07-08-2010ના રોજ આ કંપનીમાં નોકરી મેળવી હોય અને 5 વર્ષની તેમણે આ કંપનીમાં નોકરી કરી હોય તો 07-08-2015ના રોજ તે નાગપુર કોલેજમાં સબ ઓફિસરની ટ્રેનીંગ માટે એલિજીબલ થાય પણ નૈતિક ભટ્ટે તો નાગપુરની ફાયર કોલેજમાં જુલાઇ 2014 થી ડિસેમ્બર, 2014 સુધી કોર્સ કરેલો છે. 5 વર્ષનો અનુભવ હોય તો 2023માં થાય જેથી ડિગ્રી અનુભવ ખોટો બતાવાયો છે.અધૂરામાં પૂરું વડોદરા મહાનગર પાલિકાનાં સામાન્ય વહીવટ વિભાગે પણ અધૂરા દસ્તાવેજો અનુભવ ચલાવી લઇ, ખોટા માણસોની ભરતીનું કૌભાંડ, ભ્રષ્ટાચારને આચારવામાં કર્યું છે. આવા અધિકારી ભ્રષ્ટાચાર કરી પોતે કરેલા ખર્ચા પુરા કરવા ફરી ભ્રષ્ટાચાર કરે છે.વડોદરા પાલિકાએ અમદાવાદ વિજીલન્સનાં ડે.કમિશનરનો સંપર્ક કરી જે તે સમયની ચાલતી ઇન્કવાયરીના કાગળો તથા નૈતિક ભટ્ટે રજૂ કરેલા તમામ દસ્તાવેજી પુરાવાને મેળવીને, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજિલન્સ વિભાગમાં ઊંડી તપાસ કરાવવી જોઈએ. જો બનાવટી દસ્તાવેજો રજૂ થયા હોય બોગસ ડિગ્રી, બોગસ અનુભવ પ્રમાણપત્ર રજૂ થયા હોય તો પોલીસ કેસ કરી આવા અધિકારીઓને ઘર ભેગા કરવા જોઈએ.
Reporter:







