મેયરની અટપટી હરકતને કારણે શહેર સંગઠન, પ્રદેશ સંગઠન અને અન્ય હોદ્દેદારો પણ મુંઝવણમાં છે.આકરા પગલા લેવાય તો નવાઈ નહી..
આવી હરકતો જો ચાલુ રહી તો મેયર-ચેરમેનનું રાજકારણ અહીંયા જ પૂરું થાય તેવી પૂરી શક્યતા છે.

અગાઉ કેટલાય મહિલા મેયર, ડેપ્યુટી મેયર આવ્યા, પરંતુ આટલા રીસામણાં- મનામણાં ક્યારેય કોઈનાય ન હતા..
વડોદરાની જનતા માટે કામો કરીને નહી પણ વારંવાર રીસાઇ જવા માટે આખા રાજ્યમાં જાણીતા બનેલા મેયર પિંકી સોની ફરી એક વાર કેન્દ્રિય મંત્રીના કાર્યક્રમમાં સ્ટેજ પર બેસવાની વ્યવસ્થા ન મળતા રીસાઇ ગયા હતા. જેનાથી શહેરીજનોમાં પણ તે થૂ.. થૂ.. થઇ ગયા હતા.મેયરે આવું વર્તન કરીને સંસ્કારી વડોદરાવાસીઓને શરમમાં મુક્યા હતા. કોઇ પણ ભોગે રીસાઇ જઇને પોતાની વાત મનાવવામાં માહેર મેયર પિંકી સોનીને જો કે કેન્દ્રિય મંત્રીએ ગણકાર્યા ન હતા. ગતિશક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમા સ્ટેજ પર સ્થાન ન મળતા મેયર કાર્યક્રમમાં જ ગયા ન હતા. મેયરે જાણી લેવું જોઇએ કે આ કેન્દ્રિય મંત્રીનું અપમાન હતું અને ત્યાં તો તમારે સ્ત્રી હઠ પણ છોડવી પડે. તમે આ રીતે કાર્યક્રમમાં નહી જઇને વડોદરાના લોકો માટે શરમજનક સ્થિતી પેદા કરી દીધી છે. તેમણે તો એરપોર્ટ પર જ રેલ્વે મંત્રીને કહ્યું કે કાર્યક્રમમા મારું માન નહીં જળવાય એટલે હું નહીં આવું. ત્યારબાદ રેલવેમંત્રીએ વાઇસ ચાન્સેલર સાથે વાત કરી પ્રોટોકોલ જાણ્યો હતો અને પછી મંત્રીએ મેયરને કહી દીધું કે તમારું સ્વાગત અહીં સ્વીકારી લીધું નહી આવો તો ચાલશે!! આ રીતે વડાપ્રધાન ના ડ્રીમ પ્રોજેક્ટ ગતિશક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં મેયરને વાંકુ પડયુ છે. અને મેયરના આ વર્તનની નોંધ છેક પ્રદેશ કક્ષાએ લેવાઇ છે. પં. દિનદયાળ ઓડિટોરિયમમાં રવિવારે સવારે 11 વાગ્યે ગતિશક્તિ વિદ્યાલયનો પદવીદાન સમારોહ હતો, જેમાં ગતિશક્તિ વિદ્યાલયના ચાન્સેલર, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહેવાના હતા.
એરપોર્ટ પર તેમના સ્વાગત માટે પ્રોટોકોલ સાથે ભાજપના કેટલાક અગ્રણીઓ અને મેયર પહોંચ્યાં હતાં. આ સમયે હાજર સૂત્રોના જણાવ્યા મુજબ મેયર રેલવે મંત્રી પાસે પહોંચ્યાં હતાં અને મને પૂરતું માન અપાયું નથી, એ મતલબની રજૂઆત કરી હતી. જે અંગે મંત્રીએ ગતિશક્તિ વિદ્યાલયના વીસી મનોજ ચૌધરીને બોલાવી સ્પષ્ટતા પૂછી હતી. છેવટે મંત્રીએ આવા કાર્યક્રમોની સ્થિતિથી વાકેફ કરાવવાનો પ્રયાસ કર્યો, પણ મેયરે પદવીદાન સમારોહમાં મારું માન જળવાશે નહીં એટલે હું નહીં આવું એમ સાફ શબ્દોમાં જણાવી દીધુ હતું. તે સમયે ‘ ..તો સારું, અમે તમારી શુભેચ્છા અહીંથી જ સ્વીકારીએ છીએ એવો જવાબ આપી મંત્રી આગળ વધી ગયા હતા. આ રજૂઆત સમયે ભાજપના સ્થાનિક પદાધિકારીઓ અને અન્ય નેતા પણ વિમાસણમાં મૂકાયા હતા. જ્યારે મેયરે સ્ટેજ (ડાયસ) પર બેસવાની વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, ગતિશક્તિ વિદ્યાલયે પ્રોટોકોલ મુજબ આગોતરી વ્યવસ્થા કરી છે. જેમાં ચાન્સેલર, વાઇસ ચાન્સેલર, ગતિશક્તિના કેટલાક અધિકારીઓ અને રાજવી પરિવારના સભ્યને આમંત્રિત કરાયા છે, છતાં મેયરે પોતાની વાતને પકડી રાખી હતી. મેયરની અટપટી હરકતને કારણે શહેર સંગઠન, પ્રદેશ સંગઠન અને અન્ય હોદ્દેદારો પણ મુંઝવણમાં છે.
Reporter: admin







