પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ કાલે જતા હોય તો આજે જાય..
રાજીનામું નહીં આપો તો દાદાનું ઓપરેશન ગંગાજળનું ચક્ર ફરી શકે છે...
વ઼ડોદરા કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર (બ્રિજ) રવિ પંડ્યાએ રાજીનામુ આપી દીધું છે. અટલ બ્રિજમાં થયેલા ભ્રષ્ટાચાર સહિત વિવાદાસ્પદ ગતિવિધીઓનું પાપ છાપરે ચડીને પોકારે તે પહેલાં જ રવિ પંડ્યાએ રાજીનામુ આપી દીધું છે. પુરતા પ્રમાણમાં ટેક્નિકલ રીતે ડિઝાઇન મુજબ જેટલા બિમ હોવા જોઇએ તેટલા બિમ અટલ બ્રિજમાં લગાવાયા જ નથી અને તેથી અટલ બ્રિજની ડિઝાઇન હવે ફોલ્ટી છે.. વાસ્તવમાં કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન અને કાર્યપાલક ઇજનેર બ્રિજ વચ્ચે મેળાપીપણામાં જ આ કારસો રચાયો હોય તેવી માહિતી મળી છે. અટલ બ્રિજમાં ઓછા બિમનો ઉપયોગ કરીને તે બિમનો ઉપયોગ અન્ય બ્રિજમાં કરીને રોકડી કરી લેવાનો બંનેનો કારસો હોય તેવી માહિતી મળી રહી છે. અટલ બ્રિજના આ બિમ હાલ સડેલી હાલતમાં પડી રહ્યા છે અને અટલ બ્રિજમાં ડિઝાઇન મુજબ બિમનો ઉપયોગ કરાયો હોવાનું જણાવીને સરકાર પાસેથી 75 ટકા જેટલી એટલે કે કરોડોની રકમ ખંખેરી લેવાઇ છે અને કોન્ટ્રાક્ટર અને કાર્યપાલક ઇજનેર બ્રિજ દ્વારા આ સુનિયોજીત સ્વરુપે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે રવિ પંડ્યા અગાઉ ટેકનિકલ પીએ હતા ત્યારે પણ વિવાદમાં આવેલા હતા. અટલ બ્રિજ તેમના સુપરવિઝનમાં તૈયાર થયો છે અને બ્રિજ બન્યો ત્યારથી જ તેની ફરિયાદો આવી રહી છે. અટલ બ્રિજમાં તિરાડો પડી ગઇ છે અને સળીયા દેખાવા માડ્યા છે તથા પોપડા પણ ખરી રહ્યા છે અને તેથી અટલ બ્રિજમાં બેફામ ભ્રષ્ટાચાર કરાયો હોવાની બુમો પડી રહી છે.

નિવૃત્તી પહેલા આ અધિકારીઓએ આપ્યા હતા રાજીનામા
કોર્પોરેશનમાં નિવૃત્તી પહેલા એડી.સિટી એન્જિનીયર કે.બી.જયસ્વાલે, પાણીપુરવઠા કાર્યપાલક ઇજનેર ઉમાકાંત જોશી, ટાઉન પ્લાનર કે.આઇ.પટેલે તથા પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર વૈશાલ બ્રહ્મભટ્ટે પણ રાજીનામુ આપી દીધું હતું, વૈશાલ બ્રહ્મભટ્ટ સામે પાણીના મીટરોની તથા પાણીની પાઇપની તપાસ હતી અને તે ડરથી તેમણે રાજીનામુ આપ્યું હતું.
રવિ પંડ્યા મનસ્વીપણે વહિવટ કરતા હતા.
અમારી જાણ મુજબ બદામડી બાગ આર્ટ ગેલરી તથા ફાયર બ્રિગેડ માં પ્રવેશવા માટે એલાયદી એન્ટ્રી બનાવાની હતી એટલે કે કાંસની ઉપર એક મીની બ્રિજ બનાવાનો હતો અને તે માટે કમિશનર અને ચેરમેને રવિ પંડ્યાને સમય મર્યાદામાં કામ કરવાનો હુકમ કર્યો હતો અને ભાવ ઓછા કરવા જીદ કરી હતી પણ રવિ પંડ્યાએ ઉદ્ઘાટનના 4 દિવસ પહેલાં જ કમિશનરને રોકડું પરખાવી દીધું હતું કે ભાવ ઓછા નહી થાય એટલે કે રવિ પંડ્યા કમિશનર કક્ષાના અધિકારીને પણ ગાંઠતા ન હતા. તે પોતાને મનફાવે તેમ વહિવટ અને નિર્ણયો કરતા હતા
રાજીનામાનું નાટક કરી તંત્રને દબાવાનો પ્રયાસ
રવિ પંડ્યા રાજીનામાનું નાટક કરીને તંત્રને દબાવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે. તેમને મુળ સિટી એન્જિનીયર બનવાના અભરખા છે અને મલાઈદાર ટાઉન પ્લાનિંગના એચઓએડી પણ એમના તાબા હેઠણ આવે. અને હવે તંત્ર પર સ્વામિનારાયણ મંદિર સોખડાથી પ્રેશર કરાવશે અને તંત્રને દબાવવાના પોતાના પ્લાન મુજબ આગળ વધશે

આ અધિકારીઓને એક્સટેંશન અપાયું હતું...
જો કે કોર્પોરેશનમાં જીતેશ ત્રિવેદી ટીડીઓ, ડે કમિશનર , રાજેશ શાહ ટુરિસ્ટ ઓફિસર અને સી એમ મકવાણા, ડે કમિશનરને નિવૃત્તી બાદ એક્સટેંશન અપાયું હતું.
રવિ પંડ્યાના વિવાદ...
થોડા સમય માટે રવિ પંડ્યાની મ્યુનિ.કમિશનરે ટેક્નિકલ પીએ તરીકે નિમણુંક કરી હતી અને ત્યારબાદ તેઓ સતત વિવાદમાં આવ્યા હતા. ભ્રષ્ટાચાર આચરીને ફાઇલોમાં વહિવટ કર્યો હતો. આખરે ભ્રષ્ટાચારની ફરિયાદો વધતા ટેક્નીકલ પીએની પોસ્ટ કાઢી નાખીને રેગ્યુલર પીએની નિમણુક કરાઇ હતી.રવિ પંડ્યા વારંવાર સ્વામિનારાયણ સંતો દ્વારા દબાણ પણ લાવતા હતા. કમિશનરના ટેક્નિકલ પીએ તરીકે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે મુલાકાતીઓ પાસે યેન કેન પ્રકારેણ સ્વામિનારાયણ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમમાં ઘી ના ડબ્બાની રકમ પણ પડાવી લેતા હોવાની ફરિયાદો કમિશનરને કરાઇ હતી. રવિ પંડ્યા જે તે વખતના સીટી એન્જિનીયર, એડિ.સીટી એન્જિનીયર અને ઇજનેરના વહિવટદાર તરીકે પણ કામ કરતા હતા. અગાઉ જે સીટી એન્જિનીયર વી.એન.ટેલર એસીબીના હાથે પકડાયા હતા ત્યારે રવિ પંડ્યા ટેલરના પીએ તરીકે ફરજ બજાવતા હતા
Reporter: admin







