News Portal...

Breaking News :

છેલ્લા 15 દિવસથી પિવાનુ પાણી નહિ સમસ્યા

2025-03-26 19:48:40
છેલ્લા 15 દિવસથી પિવાનુ પાણી નહિ સમસ્યા



*માડો઼ધરની રણચંડી બનેલી મહિલાઓએ વાઘોડિયા નગરપાલિકાએ ભારે સુત્રોચ્ચાર સાથે માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો*



પાણી બારોબાર વેચી દેવાનો ગ્રામજનોનો આક્ષેપ
વાઘોડિયા નગર પાલીકા હદમા આવેલ માડોધરમા છેલ્લા 15 દિવસ ઊપરાંતથી પિવાનુ પાણી ગ્રામજનોને મડતુ નથી.જેના કારણે ગ્રામજનો આકરા ઉનાળે અનેક મુસીબતનો સામનો કરી તપી રહ્યા હતા. બીજી તરફ પાણી કોમર્શિયલ લોકોને વેચી દેવાના આક્ષેપો વારી ગ્રુહ પર લાગ્યા છે.પાણીની પરાયણ મુદ્દે વિફરેલી મહિલાઓ વાઘોડિયા નગરપાલિકા કચેરીએ માટલા લઈ ધસી આવી હતી અને ભારે  સૂત્ર્રોચાર સાથે રોષ પ્રગટ કરી પ્રાંગણમાંજ માટલા ફોડ્યા હતા.જે બાદ કચેરીએ રજુઆત કરવા પહોંચેલી મહિલાઓને સીઈઓ, વહીવટદાર અથવા તલાટી કમ મંત્રી જેવા કોઈપણ અધિકારી દોઢ થી બે કલાક સુઘી નહીં મળતા મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં જ ધામા નાખી નીચે જમીનપર બેસી હલ્લાબોલ કર્યો હતો. સાથેજ અઘિકારીને રુબરુ રજુઆત કર્યા બાદજ કચેરી છોડવાની જીદે ચઢી હતી.આ સમય દરમ્યાન મહિલાઓએ સ્ટીલના બેડા ખખડાવી કચેરી માથે લીધી હતી. આજે રજૂઆત કરવા પહોંચીને મહિલાઓને માત્ર ક્લાર્ક અને પટાવાળો જ કચેરીમાં હાજર મળતા ભારે ઊહાપોહ કર્યો હતો.તમાશા ને તેડું ના હોય તેમ બજારમાંથી અનેક લોકો કચેરીએ ઊહાપોહ જોવા ઉમટી પડ્યા હતા. આખરે મહિલાઓ ઉઠવાનું નામ ન લેતા વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર હિતેન્દ્રસિંહ ગોહિલ નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા. અને મહિલાઓની રજૂઆત સાંભળી હતી જેમાં મહિલાઓએ ગેરકાયદેસર કનેક્શન અને પાણી વેચી દેવાતુ હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી. 




*હિતેન્દ્રસિંહ ગોહિલ વાઘોડિયા વહીવટદાર નગરપાલિકા*
 મોટર રીપેર કરવા આપેલ છે પરંતુ જૂનું બિલની ચુકવણી બાકી હોય સબમર્સીબલ પંપને દુકાનદારે જમા કરેલ છે. અમે તાત્કાલિક નવી મોટરની વ્યવસ્થા કરી આજે જ મોકલી આપીશું. પાણી વિના ઉનાળામાં શું સ્થિતિ સર્જાય તે અંગેની બાબત અમે સમજીએ છીએ. પાણી કોમર્શીયલ વેચી મારતા હોવાના આક્ષેપની અમો ચકાસણી કરીશું,  અને ગેરકાયદેસર કનેક્શન મુખ્ય લાઈનમાં હશે તો તેને દૂર કરીશુ.

Reporter: admin

Related Post