ફાયર એનઓસી મેળવાયું ના હોવા છતાં ગેરકાયદેસર રીતે ઇમ્પેક્ટ ફાઇલોને મંજૂરી આપી...
રાણાજીના આશીર્વાદથી સરકારની પૂર્વ મજૂરી વગર જીતેશ ત્રિવેદીની ફેર નિમણુંક કરી, તે સમયમાં મંજુર કરેલી તમામ ઇમ્પેક્ટ ના કેસોની તપાસ કરી ના મંજુર કરી રદ કરી અને અધિકારીઓ/કર્મચારીઓ આર્કીટેક સામે કાયદેસર રીતે પગલાં ભરવા જોઈએ...
શહેરના તાંદલજા વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા બનાવાયેલા વિક્રમા- 2 બિલ્ડીંગમાં ટીડીઓ શાખાના ભ્રષ્ટાચારના કારણે ફ્લેટના રહીશો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ટીડીઓ શાખાએ વિક્રમા 2 ના ફ્લેટના રહિશોના 300 રુપિયાના સ્ટેમ્પપેપર પર એનઓસી મેળવ્યા વગર જ તથા ફાયર એનઓસી મેળવાયું ના હોવા છતાં ગેરકાયદેસર રીતે ઇમ્પેક્ટ ફાઇલોને મંજૂરી આપી દીધી છે.

સરકાર દ્વારા ઘડવામાં આવેલી ઇમ્પેક્ટ ના કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેના નિયમોને આધીન ઇમ્પેક્ટ ની ફાઈલો મંજૂર કરવાની હોય છેં . આ નિયમોમાં લો-રાઈઝ બિલ્ડીંગ અને હાઈરાઈઝ બિલ્ડીંગ મા ઇમ્પેક્ટ ની ફાઈલ મંજૂર કરતી ઇમ્પેક્ટ ના નિયમોને આધિન ફાઈલ મંજૂર કરવાની હોય છેં . વિક્રમા 2માં પેન્ટહાઉશની ઇમ્પેક્ટની ફાઇલ ગેરકાયદેસર મંજુર કરવામાં આવેલી છે. કારણ કે બિલ્ડરે ફ્લેટની ઇમ્પેક્ટ લઇને ગેરકાયદેસર રીતે પેન્ટહાઉસ બનાવી દીધા છે. તો હવે પ્રશ્ન એ થાય છે. કે કોર્પોરેશન આ ગેરકાયદેષાર પેન્ટહાઉસને તોડશે ખરી...ઉલ્લેખનિય છે કે કોઇપણ હાઇરાઇઝ બિલ્ડીંગમાં ફાયર એનઓસી ફરજીયાત છે. અને ઇમ્પેક્ટ ફાઇલ માટે તમામ ફ્લેટ ધારકોનું એન.ઓ.સી. રજુ કરવાનું ફરજીયાત હોય છે પણ બિલ્ડરે ફાયર એન.ઓ.સી. જ મેળવી નથી. તથા લો રાઇઝ ની પરમિશન લઇ હાઇ રાઇઝ નુ બાંધકામ કર્યું છે.
હાઈ રાઈઝ ના નિયમોમાં આવતા કેસોમા ફાયર એન.ઓ.સી નિયમોને આધીન ફરજીયાત રજૂ કરવાનું હોય છે. કેમ કે સદર પેન્ટહાઉશ હાઇરાઇઝની વ્યાખ્યામાં આવતા હોય તેથી ફ્લેટ મા વસવાટ કરનાર ફ્લેટમાં રહેતા તમામ માલિકોની જાન અને જોખમને ધ્યાનમાં રાખી અને સુરક્ષા માટે ફાયર વિભાગ નુ NOC રજૂ કર્યા બાદ જ ઇમ્પેક્ટ ની ફાઈલ મંજૂર કરવાની હોય છે.તેમજ આવા ગેરકાયદેસર બાંધકામ મા આપાર્ટમેન્ટ જે ફ્લેટ માલિકો છે. એના દસ્તાવેજ થઈ ગયા હોય એ તમામ માલિકોની ૧૦૦% નો ઓબ્જેકશન સર્ટિફિકેટ ૩૦૦ રુપિયાના ના સ્ટેમ્પ પર નોટરાઈઝ એન.ઓ.સી. રજુ કરવાનુ હોય છે.એટલે કે ફાયર NOC અને ફ્લેટ મા રહેતા માલિકોની મંજૂરી હોય તો જ ઇમ્પેક્ટ ની ફાઈલ મંજૂર કરવાની હોય છે. રાણાજીના આશીર્વાદ થી સરકારની પૂર્વ મજૂરી વગર ફેર નિમણુંક કરાર આધારિત ગેરકાયદેસર પામેલ પૂર્વ ટીડીઓ જીતેશ રમણલાલ ત્રિવેદી અને એમના મળતીયા ચોક્કસ આર્કિટેક દ્વારા એક ચર્ચાસ્પદ પોલીસ અધિકારીના પુત્રની ટીપી ૨૩ માં લો- રાઈઝ રહેણાંક ટાવરની પરવાનગી મેળવેલ હતી . પરવાનગી મેળવ્યા બાદ સ્થળે બાંધકામ કર્યા બાદ ફ્લેટના વેચાણ કર્યા બાદ વિક્રમા-2 ના તમામ ટાવરો ઉપર ગેરકાયદેસર પેન્ટહાઉસનું બાંધકામ કરી અને ગેરકાયદેસર રીતે વેચાણ કરી અને દસ્તાવેજ, સિટીસર્વે ઓફીસી માં પ્રોપર્ટી કાર્ડ પણ બની ગયેલ હો. અને લો રાઈઝ પરવાનગી મેળવેલ હોય અને ઉપર પેન્ટહાઉસનુ ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેથી કોમન .જી.ડી.સી.આર.ના નિયમ મુજબ ઊંચાઈ વધી જતી હોય તેથી એ હાયરાઇઝ ના નિયમ માં આવે છે. જો હાઈરાઈઝ ની વ્યાખ્યામાં આવતું હોય તેથી ઇમ્પેક્ટ ના કાયદા મુજબ હાઈરાઈઝ મા આવતુ હોય તો ઇમ્પેક્ટ મંજૂર કરતા સમયે વિક્રમા 2 મા રહેતા રહેવાસીઓ ત્યાંના ફ્લેટ માલિકોની ૧૦૦% નો ઓબ્જેકશન સર્ટિફિકેટ એટલે કે એન.ઓ.સી જોઈએ અને વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગનું એન.ઓ.સી. જોઈએ પરંતુ સ્થળે ફાયર સિસ્ટમના કોઈ પણ સાધનો લગાવેલ નથી. કે ફાયર સિસ્ટમ ડેવલોપ કરેલ નથી. અને આ ઇમ્પેક્ટ ની ફાઈલ જીતેશ ત્રિવેદીના કહેવાથી ચોક્કસ આર્કિટેકો દ્વારા ફાઈલ મૂકેલી હોય તેથી આ ફાઈલોની ગેરકાયદેસર રીતે ઇમ્પેક ની મંજૂરી અપાયેલી છે. બિલ્ડીંગમાં ફાયર ની સિસ્ટમ લગાવેલી ન હોય તેમ જ ફ્લેટ ધારકોની એનઓસી પણ લીધેલી ન હોય તેથી ત્યાં ના રહેવાસીઓ ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. અને વિરોધ કરી રહ્યા છે.ત્યાં રહેતા એક ફ્લેટ ના માલિકે નામ ન આપવાની શરતે જણાવેલ કે ચર્ચાસ્પદ પોલીસ અધિકારી અને માથાભારે પોલીસ અધિકારીના પુત્ર હોવાથી અમો કશું કોઈ બોલી શકતા નથી. ચર્ચાસ્પદ પોલીસ અધિકારીના પુત્રે ગેરકાયદેસર પેન્ટહાઉસ નુ બાંધકામ કરી અને ગેરકાયદેસર ઇમ્પેક્ટ ભરેલી હોય તેથી આ ઇમ્પેક્ટ તાત્કાલિક રદ કરી તથા નામંજુર કરી અને જે ચોક્કસ આર્કિટેક દ્વારા મંજૂરી મેળવેલી હોય એ ચોક્કસ આર્કિટેકનુ પણ લાઇસન્સ રદ કરી અને આ ચોક્કસ આર્કિટેકે જે જે ઇમ્પેક્ટ ની ફાઈલો ગેરકાયદેસર કરાર આધારિત જીતેશ ત્રિવેદીના સમયમાં મંજુર કરેલી હોય એ તમામ ફાઈલોની વિજિલન્સ દ્વારા ચકાસણી કરી અને તાત્કાલિક રજા ચિઠ્ઠી રદ કરી અને ચર્ચાસ્પદ આર્કિટ ચર્ચાસ્પદ પોલીસ અધિકારીને પુત્ર તથા ચોક્કસ આર્કિટેક અને જીતેશ જેવી સામે કાયદેસર રીતે સરકારે પગલાં ભરવા જરૂરી છે.જેથી કરીને ત્યાં રહેતા નાગરિકોને જાનમાલને નુકસાન બચી શકે અને આવી ગેરકાયદેસર બીજી ફાઈલો પણ વડોદરા મહાનગરપાલિકામાં મંજૂર કરેલ હશે . જીતેશ ત્રિવેદીના સમયમાં જે જે ફાઈલો અથવા તો રજા ચિઠ્ઠીઓ મંજૂર કરેલ છે. એ તમામ ફાઈલોની ચકાસણી કરી અને અને તાત્કાલિક ધોરણે એ તમામ ઇમ્પેક્ટ ની ફાઈલો અને રજા ચિઠ્ઠીઓ રદ કરી અને જે ચોક્કસ આર્કિટેકો છે એમની સામે ફોજદારી રાહે કેસ કરી અને તેમજ જીતેશ ત્રિવેદીના સમયમાં એમની નીચેના તમામ બાંધકામ તપાસનીસ તમામ ડેપ્યુટી ટીડીઓ દેવમુરારી સામે પણ ફોજદારી રાહે કેસ કરી અને પગલાં ભરવા જોઈએ. સરકાર ક્યારે પગલું ભરશે એ હવે જોવાનુ રહ્યુ..

ચોક્કસ આર્કિટેક્ટ દ્વારા રજુ કરાયેલી આ ઇમ્પેક્ટ ફાઇલ તત્કાળ રદ થવી જોઇએ...
ચર્ચાસ્પદ પોલીસ અધિકારીના પુત્રે ગેરકાયદેસર પેન્ટહાઉસ નુ બાંધકામ કરી અને ગેરકાયદેસર ઇમ્પેક્ટ ભરેલી હોય તેથી આ ઇમ્પેક્ટ તાત્કાલિક રદ કરી તથા ના મંજૂર કરી અને જે ચોક્કસ આર્કિટેક દ્વારા મંજૂરી મેળવેલી હોય એ ચોક્કસ આર્કિટેકનુ પણ લાઇસન્સ રદ કરી અને આ ચોક્કસ આર્કિટેકે જે જે ઇમ્પેક્ટ ની ફાઈલો કરાર આધારિત જીતેશ ત્રિવેદીના સમયમાં મંજુર કરેલી હોય એ તમામ ફાઈલોની વિજિલન્સ દ્વારા ચકાસણી કરી અને તાત્કાલિક રજા ચિઠ્ઠી રદ કરી અને ચર્ચાસ્પદ આર્કિટ ચર્ચાસ્પદ પોલીસ અધિકારીને પુત્ર તથા ચોક્કસ આર્કિટેક અને જીતેશ જેવી સામે કાયદેસર રીતે સરકારે પગલાં ભરવા જરૂરી છે જેથી કરીને ત્યાં રહેતા નાગરિકોને જાનમાલને નુકસાન બચી શકે
તમામ સામે ફોજદારી રાહે કાર્યવાહી થવી જરુરી...
રાણાજીના આશીર્વાદ થી સરકારની પૂર્વ મજૂરી વગર ફેર નિમણુંક
પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદીના સમયમાં જે જે ફાઈલો અથવા તો રજા ચિઠ્ઠીઓ મંજૂર કરેલ છે. એ તમામ ફાઈલોની ચકાસણી કરી અને અને તાત્કાલિક ધોરણે એ તમામ ઇમ્પેક્ટ ની ફાઈલો અને રજા ચિઠ્ઠીઓ રદ કરી અને જે ચોક્કસ આર્કિટેકો છે એમની સામે ફોજદારી રાહે કેસ કરી અને જીતેશ ત્રિવેદી તેમજ જીતેશ ત્રિવેદીના સમયમાં એમની નીચેના તમામ બાંધકામ તપાસનીસ તમામ ડેપ્યુટી ટીડીઓ ની સામે પણ ફોજદારી રાહે કેસ કરી અને પગલાં ભરવા જોઈએ. સરકાર ક્યારે પગલું ભરશે એ હવે જોવાનુ રહ્યુ.. પ્રજાના હિતમાં જો સરકાર જાગે અને આવા ભ્રષ્ટાચારી ટીડીઓ તમામ ડેપ્યુટી ટીડીઓ તેમજ તમામ બાંધકામ તપાસનીની સામે તાત્કાલિક શિક્ષાત્મક કાયદાનીરુએ કડકાઈ થી પગલાં ભરે એવી રજૂઆત છે. ગેરકાયદેસર રીતે નિમણૂક પામેલા કરાર આધારિત જીતેશ રમણલાલ ત્રિવેદી તેમજ તમામ ડેપ્યુટી ટી.ડી.ઓ તમામ બાંધકામ તપાસનીસ દ્વારા જે ગેરકાયદેસર રીતે ઇમ્પેક્ટ ની ફાઈલ મંજૂર કરવામાં આવેલ છે. તે તમામ ઇમ્પેક્ટ ના કેસોની તપાસ કરી ના મંજુર કરી રદ કરી અને અધિકારીઓ/કર્મચારીઓ આર્કીટેક સામે કાયદેસર રીતે પગલાં ભરવા જોઈએ
વિક્રમા-2ના ફાયર એનઓસીની તપાસ થશે...
તાંદલજાના વિક્રમા-2 બિલ્ડીંગની ફાયર એનઓસી છે કે કેમ તેની તપાસ કરાશે.
મનોજ પાટીલ, ચીફ ફાયર ઓફિસર
Reporter:







