News Portal...

Breaking News :

12 એપ્રીલને શનિવારના હસ્ત નક્ષત્રમાં ચૈત્રી પૂનમ હનુમાન જન્મોત્સવનો અનોખો સંયોગ મીન રાશિમાં શનિ મહારાજના ઉપદ્રવોથી રાહત પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ

2025-04-09 09:44:21
12 એપ્રીલને શનિવારના હસ્ત નક્ષત્રમાં ચૈત્રી પૂનમ હનુમાન જન્મોત્સવનો અનોખો સંયોગ મીન રાશિમાં શનિ મહારાજના ઉપદ્રવોથી રાહત પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ


આજે ચૈત્ર સુદ પૂનમ ને શનિવાર સાથે હસ્ત નક્ષત્ર અને હનુમાન જન્મોત્સવનો અનોખો સંયોગ સાથે વર્તમાન માં શનિ મહારાજ મીન રાશિ માં છે અને મીન રાશિ માં જ્યારે શનિ મહારાજ હોય ત્યારે દુનિયા માટે ઉદ્દ્રવ કારક હોય છે માટે શનિ મહારાજના અશુભ ફળ માંથી રાહત પ્રાપ્ત કરવા માટે પણ આજ નો દિવસ અનેરો છે



હનુમાનજી કળિયુગમાં હાજરા હજૂર દેવ છે સાત ચિરંજીવ માં હનુમાનજી છે અને ભગવાન રામના પરમ ભક્ત આજે હનુમાનજી ની ભક્તિ કરવાથી સંકટોનો નાશ થાય છે અને માટેજ હનુમાનજી ને સંકટમોચન કહેછે આજ ના દિવસે ખાસ કરી ને હનુમાનચાલીસાના પાઠ કરવા રામ નામ ની ભક્તિ કરવી લાભ કારી રહે જે જાતકો ને સંકટો ઉપદ્રવ પીડા ચિંતા ભય રહેતો હોય તેમને ખાસ કરી ને રામ નામ સાથે સાત હનુમાનચાલીસાના પાઠ કરવા જોઈએ આજ ના દિવસે હનુમાનજી ને સુખડી નું નૈવેદ્ય અર્પણ કરવું સાથે આંકડા ના પુષ્પ નો હાર અર્પણ કરવો.  


જે જાતકોને શનિ મહારાજની પનોતી ચાલતી હોય અથવા જન્મ કુંડલીમાં શનિ મહારાજનું અશુભ ફળ પ્રાપ્ત થતું હોય અથવા શનિ મહારાજ ની દશા ચાલતી હોય તે દરેક જાતકો એ આજ ના દિવસે હનુમાનજી ને ચમેલી નું તેલ ને કાળા અડદ સાથે સીંધુર ચઢાવવું લાભ કારી આજ ના દિવસે ખાસ કરી ને હનુમાનજી ની ભક્તિ સાથે રામજી ની ભક્તિ કરવી લાભ કારી રહે.વડોદરા માં પાંચ મુખ્ય સ્વયંભૂ હનુમાનજી આવેલા છે સુરસાગર ખાતે હઠીલા હનુમાન, હરણી ભીડભંજન હનુમાન,નવાબજાર રોકડનાથ હનુમાન,વારસિયા બાલા હનુમાન,અને કાલાઘોડા પાસે પંચમુખી હનુમાનજી ત્યાં પણ દર્શન કરવા લાભ કારી

જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી

Reporter: admin

Related Post