News Portal...

Breaking News :

જય ગણેશ સોસાયટી આજુબાજુની સોસાયટીના રહીશો છેલ્લા 12 વર્ષથી પીવાના પાણીથી વંચિત

2025-05-14 18:20:48
જય ગણેશ સોસાયટી આજુબાજુની સોસાયટીના રહીશો છેલ્લા 12 વર્ષથી પીવાના પાણીથી વંચિત


વડોદરા :  મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11માં આવેલ જય ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીના રહીશો છેલ્લા 12 વર્ષથી પીવાના પાણીથી વંચિત છે.



વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11 માં આવેલા જય ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં તેમ જ સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા 12 વર્ષથી તેમને પીવાનું શુદ્ધ પાણી ન મળતા અનેક વખત તેમને પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે ત્યારે આજરોજ વોર્ડ નંબર 11ની જય ગણેશ સોસાયટીના રહેવાસીઓએ ઢોલ વગાડી તેમજ માટલા ફોડી તથા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે 


પાણીની સમસ્યા લઈને કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરો તથા ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરવા છતાં સ્થિતિ યથાવત જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના રહેવાસીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ વેરો ભરે છે છતાં પાલિકા તેમની સમસ્યા નું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડી છે. હવે જોવાનું રહેવું કે કેટલી વહેલી તકે તેઓની સમસ્યાનું નિરાકરણ આવે છે અને કેટલી વહેલી તકે તેમને પીવાનું શુદ્ધ પાણી મળે છે.

Reporter:

Related Post