News Portal...

Breaking News :

ગ્રાહકોની નોંધ નહિ રાખનાર સશસ્ત્ર દળોના ગણવેશનું વેચાણ કરતા દુકાનદારની ધરપકડ

2025-05-14 12:53:32
ગ્રાહકોની નોંધ નહિ રાખનાર સશસ્ત્ર દળોના ગણવેશનું વેચાણ કરતા દુકાનદારની ધરપકડ


વડોદરાઃ ગ્રાહકોની નોંધ નહિ રાખનાર સશસ્ત્ર દળોના ગણવેશ અને અન્ય ચીજોનું વેચાણ કરતા દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે.



દેશના સશસ્ત્ર દળોના ગણવેશ તેમજ તેને લગતી ચીજોનું વેચાણ કરતા દુકાનદારો માટે ગ્રાહકોના રજિસ્ટરની નોંધ રાખવા સૂચના આપતું પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.



એસઓજીની ટીમે આવી દુકાનોની તપાસ કરતાં રાજમહેલ રોડ પર આવેલી ઇન્ડિયન પોલીસ સ્ટોર નામની દુકાનમાં ગ્રાહકોની નોંધણી મળી આવી નહતી.જેથી દુકાનદાર હનુમાન મરલીધર ગાટે(તંબોળી વાડના નાકે,સ્ટોરની ઉપર,રાજમહેલ રોડ)ની ધરપકડ કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post