ગોધરા શહેરના વ્હોરવાડ વિસ્તારમાં બાદશાહી ઢાળ ઉપર એક બિલ્ડર દ્વારા બિલ્ડિંગના રીનોવેશન માટે જૂની બિલ્ડીંગ તોડીને નવીન બિલ્ડીંગ બનાવવાની કામગીરી દરમિયાન ત્યાંથી પસાર થતા નાળા માટે બનાવવામાં આવેલ રોડની સેફટી દીવાલ વરસાદના કારણે તૂટી પડતા આજુબાજુની બિલ્ડીંગોમાં રહેતા રહીશોમાં ભયનો માહૌલ સર્જાયો.
ગોધરા શહેરમાં અવારનવાર નવીન બાંધકામો કરવા માટે જૂની ઈમારતોને તોડીને નવીન ઈમારતો બાંધવાનું કામ કરતા હોય ત્યારે બાજુમાં અડીને આવેલા ઈમારતો ધસી પડતી હોય છે ત્યારે ફરી એકવાર વ્હોરવાડ બાદશાહી ઢાળમાં બિલ્ડર દ્વારા જૂની ઈમારતને તોડી પાડવામાં આવતા ત્યાંથી પસાર થતા નાળા માટે બનાવવામાં આવેલ રોડ સેફટીની દીવાલ તૂટી પડવાની ઘટના બનતા જ આજુબાજુની ઈમારતોમાં રહેતા રહીશો ભયના ઓઠા હેઠળ આવી ગયા છે કેમ કે સેફટી દીવાલ તૂટી જતા રોડ નીચેથી માટી પુરાણ ધસી જઈને પોલાણ થઈ જતા એ રોડ ઉપરથી પસાર થવું પણ જોખમી બન્યું છે
ત્યારે આને લઈને સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરવા છતાં પણ વહીવટી તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે શું બિલ્ડર દ્વારા તંત્રને હરી પટ્ટીની હરીયાળી નોટોના આંખે પાટા બાંધ્યા હોય તેમ દેખાઈ રહયું છે કેમ કે આટલી મોટી સેફટી દીવાલ પહેલા જ વરસાદમાં ધસી પડી અને રોડ નીચેથી પુરાણ પણ ખસી ગયું હોવા છતાં પણ વહીવટી તંત્ર અને સત્તાધારી નગર પાલિકાના સદસ્યો કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યા હોય તેવી અનેક ચર્ચાઓ ત્યાંના રહીશોના મુખે જોવા મળી આવી હતી.
Reporter: News Plus