નવી દિલ્હી : Google ની સર્વિસ ‘Google Translate’ એ ફરી એક વાર પોતાના પ્લેટફોર્મમાં નોંધપાત્ર રીતે વધારો છે. અત્યારે સુધી 233 ભાષાઓમાં અનુવાદની સગવડ આપતી ગૂગલે હવે 110 નવી ભાષાઓનો ઉમેરો કરીને મોટી છલાંગ લગાવી છે.
Google Translate ની મદદથી હવે દુનિયાની 243 ભાષાઓનો અનુવાદ કરવાનું શક્ય બન્યું છે. ભારતીયોને રસ પડે એવી વાત એ છે કે નવી ઉમેરણ પામેલી ભાષાઓમાં સાત ભારતીય ભાષાઓ બોલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે સાત ભારતીય ભાષાઓ બોલીઓનો Google ટ્રાન્સલેટ માં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ભાષામાં અવધી, બોડો, ખાસી, કોકબોરોક, મારવાડી, સંતાલી અને તુલુ. એટલે એમ કહી શકાય કે કરોડો ભારતીયોનો નવો વર્ગ હવે Google Translate સગવડનો ઉપયોગ કરી શકશે. ભાષાપ્રેમી લોકો નવીનવી ભાષા શીખી શકે એ માટે Google Translate અનુવાદની નિઃશુલ્ક સગવડ પૂરી પાડે છે. દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલી વ્યક્તિ આ સેવાનો લાભ લઈ શકે. આગામી સમયમાં ગૂગલ હજુ વધુ ભાષાઓ,બોલીઓમાં આ સગવડ પૂરી પાડશે.
Google ના ઇન-હાઉસ PaLM 2 લાર્જ લેંગ્વેજ મોડલ (LLM) ના ઉપયોગ દ્વારા નવી ભાષાઓનો ઉમેરો શક્ય બન્યો છે. આ સેવામાં અનુવાદનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કરવામાં આવે છે. AI મોડેલને તાલીમ આપવા માટે ઓનલાઈન ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, આપણે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જેટલું ગુજરાતી લખીએ, એ બધું એનાલાઇઝ કરીને AI મોડલ પોતાની ગુજરાતી સમૃદ્ધ બનાવે છે. એ જ પ્રકારે એ પોતાની ગુજરાતીના જ્ઞાનને ગુજરાતીની મસિયાઈ બહેનો જેવી અન્ય ભાષાઓ જેમ કે, મરાઠી સમજવામાં વાપરે છે. આ રીતે જોઈએ તો પરોક્ષ રીતે આપણે બધાં જ AI મોડલની ભાષા- સમૃદ્દિમાં યોગદાન આપીએ છીએ. એક ભાષાના જ્ઞાન થકી AI અન્ય ભાષાઓમાં પારંગત થતું જાય છે અને એ જ્ઞાન અનુવાદના કામમાં વાપરે છે.
Reporter: News Plus