વાઘોડિયા ડભોઇ રીંગરોડ પાસે આવેલ ગણેશ નગર ચાર રસ્તા તેમજ ઋષિ પાર્કના રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશનના અધિકારી તેમજ રાજકીય પક્ષથી ચૂંટાઈ આવેલા કોર્પોરેટર તેમજ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા રાવપુરાના દંડક બાલુભાઇ શુક્લને રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ નહીં આવતા સ્થાનિક મહિલાઓ તેમજ ઋષિ પાર્કના સ્થાનિક લોકો રોસે ભરાયા નેતાઓના વાયદાઓથી હેરાન થઈ પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

વોટ લેવા માટે વાયદાઓ કરી કરીને જતા નેતાઓ આજે ઋષિ પાર્કના રહીશોના ફોન પણ નથી ઉપાડતા અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીને માત્ર ગણતરીના જ મહિના થયા છે ત્યારે સમસ્યા હજુ સુધી હલ થતી નથી ત્યારે ઋષિ પાર્ક સ્થાનિક રહેવાસી રશ્મિકાબેન પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને આવેલા કોર્પોરેટર તેમજ નેતાઓને મીડિયા સમક્ષ પોતાનો રોજ ઠાલવ્યો અને તાત્કાલિક ધોરણમાં વરસાદે પાણીની સમસ્યા દૂર થાય તે માટે કામગીરી કરવા અપીલ કરવામાં આવી પોતે બીજેપી કાર્યકર્તા હોવા છતાં તેમના જ વિસ્તારમાં કામગીરી નહીં થતાં નારાજગી વ્યક્ત કરવામાં આવી

વોર્ડ નંબર 16 ના ચૂંટાયેલા કોર્પોરેટર સ્નેહલબેન પટેલ તેમજ ઘનશ્યામભાઈ સોલંકી વોટ લઇ વિસ્તારમાં નજરે પણ પડતા નથી ત્યારે રશ્મિકાબેન પટેલ દ્વારા તેમને પણ મીડિયા સમક્ષ પોતાને વાત મીડિયાના માધ્યમથી આડે હાથ લીધા આગામી સમયમાં જો પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત તેમના વિસ્તારને સમસ્યાનો હલ નહીં થાય તો ઋષિપાર્ક તેમજ ગણેશ નગરના સ્થાનિકોને કોર્પોરેશને મોરચો લઈ જશે અને ન્યાય માટે ઋષિ પાર્કના સ્થાનિક નિવાસીઓ કોર્પોરેશન ખાતે હલ્લાબોલ કરશે તેવી ચીમકી આપી હતી




Reporter: