News Portal...

Breaking News :

બિલ કેનાલ રોડના કોર્પોરેટરોથી ત્રાસીને રહિશોનો કિચડમાં સુઇ જઇ અનોખો વિરોધ

2025-06-30 09:47:10
બિલ કેનાલ રોડના કોર્પોરેટરોથી ત્રાસીને રહિશોનો કિચડમાં સુઇ જઇ અનોખો વિરોધ


કોર્પોરેટર ટ્વિંકલ બેન કંઇ કામ કરતા નથી, હાય હાય ના નારા લગાવ્યા.



થોડા વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ,  જેથી આ રોડ સંપૂર્ણ ધોવાઇ ગયો...
શહેરના નવા વિકસીત થઇ રહેલા બિલ કેનાલ રોડ આવેલી અસંખ્ય સોસાયટીઓના લોકોને રસ્તા, પાણી અને વીજળીની ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો જ બિસ્માર થઇ  જતાં રવિવારે વિસ્તારના નાગરીકોએ ખાડામાં કિચડમાં સુઇ જઇને કોર્પોરેટરોનો ઉગ્ર વિરોધ કર્યો હતો. નવાઇની વાત એ છે કે આ રસ્તો અઢી કરોડના ખર્ચે હમણો જ બન્યો છે અને તે રસ્તો પણ અધુરો છે છતાં પહેલા વરસાદમાં ધોવાઇ ગયો છે. સ્થાનિક કોર્પોરેટરો ટ્વિકલબેન કોઇ જ ધ્યાન ના આપતા હોવાનું જણાવીને સ્થાનિક લોકોએ અમે ખોટા પ્રતિનિધીને ચૂંટ્યા છે તેવી હૈયાવરાળ વ્યક્ત કરી હતી. બિલ કેનાલ વિસ્તારના નાગરીકોની ખરાબ હાલત છે. આજે રહીશોએ કિચડમાં સુઇ જઇને વિરોધ કર્યો હતો. સોસાયટીવાળા રજૂઆતો કરીને થાકી ગયા છે. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે તંત્ર જ્યાં સુધી કામગિરી ના કરે ત્યાં સુધી અમારો વિરોધ રહેશે. લાઇટ બાબતે જીઇબીમાં પણ રજૂઆત કરવાની તૈયારી કરી છે. રસ્તા પર એટલા ખાડા છે કે વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે તકલીફ પરહી છે. અઢી કરોડના ખર્ચે એક સાઇડે રોડ બન્યો છે પણ તે પણ બિસ્માર છે. રોડ રસ્તા ખરાબ છે અને લાઇટો વારંવાર જાય છે. થોડા વરસાદમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ જાય છે જેથી આ રોડ સંપૂર્ણ ધોવાઇ ગયો છે. આ કુદરતી નહી પણ માનવ સર્જીત આપદા છે અને કોર્પોરેટરોની નિષ્ફળતા છે. લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો કે પ્રિ મોન્સુન કામગિરીમાં કોર્પોરેટરોએ ભાગ લીધો નથી. અમે તેમને ચૂંટ્યા છે. આ તેમનું કામ છે. ભગવાન જગન્નાથ નગરચર્ચા કરવા નિકળે છે પણ પ્રજાના પ્રતિનીધીઓ નગરયાત્રાએ નિકળતા નથી. કોર્પોરેટર ટ્વિંકલ બેન કંઇ કામ કરતા નથી. અમે અમારા પ્રતિનીધીઓને ખોટા ચૂંટ્યા છે. આ રસ્તો 2 વર્ષે બન્યો નથી. સ્ટ્રીટ લાઇટ પણ નથી. અને સાંજે 7 વાગ્યા પછી અંધારપટ છવાઇ જાય છે. કોઇ મહિલા સાથે અઘટિત બનાવ બની શકે છે. રીટાબેનને પણ ફોન કરીને જણાવેલું છે તેમણે કહ્યું કે સારુ અમે જોઇ લઇશું પણ કોઇ જોવા આવતું નથી. સાંસદ ધારાસભ્યો કોર્પોરેટરો પ્રજાની તકલીફ જોવા આવવા રાજી નથી. અમને આ કોર્પોરેટરો જ માન્ય નથી.તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.



ટ્વિકલ બેનથી સ્થાનિકો નારાજ
પોતાની સમસ્યાથી થાકેલા રહિશો ખાડામાં કિચડમાં સુઇ જઇને કોર્પોરેટર ટ્વિકંલબેનની વિરોધમાં હાય હાય ના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનિય છે કે આ એ જ કોર્પોરેટર છે જેમણે ગયા વર્ષે વિવાદ ઉભો કર્યો હતો અને પૂરમાં ફસાયેલા પોતાના વોર્ડના નાગરીકોને કહ્યું હતું કે શા માટે આ જગ્યા પર રહેવા આવ્યા છો મને પૂછીને અહીંયા મકાનો રાખ્યા છે

Reporter: admin

Related Post