વડોદરા : શહેરના ફતેપુરા મેઈન રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે એકટીવાને ટક્કર મારી અજાણ્યો કાર ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.

જ્યારે એક્ટિવા પર પાછળ બેઠેલા 65 વર્ષીય વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં વધુ એક અકસ્માતની ઘટના ફતેપુરા થી સંગમ તરફ જવાના માર્ગે બની હતી. અકસ્માતમાં કારચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રાઇટ સ્કૂલની પાછળ આવેલી કારેલીબાગ સોસાયટીમાં રહેતા મેહુલ રાણા પોતાના 65 વર્ષીય માસી હસુબેન રાણાને બેસાડીને કામ અર્થે જઇ રહ્યા હતા.

આ દરમિયાન ફતેપુરા મેઈન રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર બમ્પ પાસે પાછળથી કોઈ અજાણ્યા કારના ચાલકે તેઓને ટક્કર મારતા હસુબેન રાણા એકટીવા પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાથડેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે હસુબેનને જમણા પગના નળાના ભાગે ફેક્ચર તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે મેહુલભાઈ રાણાએ ફરિયાદ નોંધાવતા કુંભારવાડા પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Reporter: admin