વડોદરાના છેવાડે આવેલ જાબુઆના વુડા મકાનમાં રહેતા અને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવાસીઓ આજરોજ વડોદરા રાવપુરા શાળા નંબર 1 માં આવેલ આવાસની કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો.
છેલ્લા 13 વરસથી વુડા ના મકાનમાં રહેતા જાબવાના રહેવાસીઓ જ્યારથી મકાન લીધું છે ત્યારથી કોઈ પણ પ્રાથમિક સુવિધા મળી નથી ત્યારે પણ તે પાણીના ટેન્કરો લઈ આવતા હતા અને આજે પણ તેઓ કુવામાંથી પાણી ખેંચીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા જર્જરીત ઈમારત હોવાના કારણે જાબવા ના વુડાના મકાનમાં ત્રણ ગલીઓમાં નોટિસ ફટકારી હતી
જેથી ત્યાં રહેતા રહેવાસીઓ માં ગભરાટ ફેલાતા તેઓ આજરોજ રાવપુરા શાળા નંબર એકમાં આવેલી આ વાતની કચેરીમાં આવી પોતાની રજૂઆત અને વેદના ઠાળવી હતી તેઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા 13 વર્ષથી તેમને આવા જર્જરીત મકાન આપી દેવામાં આવ્યા છે જેથી તેઓને મકાનની સામે મકાન મળે ત્યારે તંત્ર તરફથી પણ તેમને જણાવવામાં આવ્યું છે કે તેઓ પોતાના મકાનનું સમર કામ કરી ત્યાં વસવાટ કરી શકે છે.
Reporter: News Plus