વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. 2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના મોટાભાઈ સીતારામ સિંઘ રાજપુરોહિતને જાનથી મારી નાખવાની સાથે એક કરોડ રૂપિયાની ખંડણી માંગવાની ધમકી મળી છે. આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખંડણીખોરે ફોન પર ધમકી આપતા કહ્યું હતું કે, 'એક કરોડ રૂપિયે તૈયાર રખના, નહીં તો આપ કા પૂરા કામ તમામ કરા દુંગા, પૈસો કા ઇંતજામ કર દો વરના ખૂન કી નદિયાં બહા દુંગા, ઘર સે અર્થિયા ઉઠેગી'
ક્રાઈમ બ્રાન્ચ ખાતે વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર અને તેમના ભાઈ નિવેદન લખવા માટે આવી પહોંચ્યા હતા.
...
Reporter: News Plus