News Portal...

Breaking News :

અમૃતસરના સુવર્ણ મંદિરમાં મુસ્લિમ લોકો નમાજ અદા કરતો VDO વાયરલ

2024-06-24 13:58:17
અમૃતસરના સુવર્ણ મંદિરમાં મુસ્લિમ લોકો નમાજ અદા કરતો VDO વાયરલ


શહેરની અર્ચના Social media infludncerએ પંજાબના એક ગુરુદ્વારામાં યોગ કરતી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી,


જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ ગુરુદ્વારામાં નમાઝ અદા કરવાનો વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાંથી એક અમૃતસરના સુવર્ણ મંદિરનો છે જેમાં મુસ્લિમ સમુદાયના લોકો સુવર્ણ મંદિરમાં નમાજ અદા કરતા જોવા મળે છે.પંજાબના માલેરકોટલા જિલ્લાના એક ગુરુદ્વારાનો વીડિયો સામે આવ્યો છે. અહીં પણ ગુરુદ્વારામાં નમાઝ અદા કરવામાં આવતી જોવા મળે છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે લોકો કહી રહ્યા છે કે જ્યારે ગુરુદ્વારામાં નમાઝ અદા કરી શકાય છે તો પછી યોગ કરતી યુવતી વિરુદ્ધ ફરિયાદ કેમ દાખલ કરવામાં આવી?21 જૂને યોગ દિવસના અવસર પર એક મહિલા Social media infludncerએ પંજાબના એક ગુરુદ્વારામાં યોગ કરતી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે પછી તે ફોટાને લઈને વિવાદ ઊભો થયો હતો.


શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (SGPC) એ યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ SGPCને આડે હાથ લીધું હતું. સોશિયલ મીડિયા પર ગઈકાલથી ગુરુદ્વારામાં નમાઝ અદા કરતા લોકોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.ઘટના ક્રમ મુજબ ‘યોગ દિવસના અવસર પર ફેશન ડિઝાઈનર અને લાઈફસ્ટાઈલ ઈન્ફ્લુઅન્સર અર્ચના મકવાણાએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં યોગ કરતા પોતાના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા, જેના પછી SGPC ચીફ હરજિંદર સિંહ ધામીએ ફરિયાદ નોંધાવી હતી અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે સુવર્ણ મંદિરમાં શીખ આચરણ વિરુદ્ધ પ્રવૃત્તિઓને મંજૂરી આપી શકાય નહીં, પરંતુ કેટલાક લોકો આ પવિત્ર સ્થળની પવિત્રતા અને ઐતિહાસિક મહત્વ છે.

Reporter: News Plus

Related Post