વડોદરા : માંજલપુર વિસ્તારમાં આવેલ ઈવા મોલ પાસે ધનલક્ષ્મી કોમ્પલેક્ષ ની બહાર ખાણી પીણી ની લારીના ગ્રાહકોના અયોગ્ય પાર્કિંગને લઈ આજે સ્થાનિકોએ લારી ધારકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પાલિકા દ્વારા ગેર કાયદેસર દબાણો અને રોડ પર ઊભી રહેલી લારીઓ હટાવવાની કામગીરી કરવામાં આવે છે પરતું માંજલપુર વિસ્તારમાં આવેલ ઈવા મોલ પાસે આવેલ ધન લક્ષ્મી કોમ્પલેક્ષ ની આગળ ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ પર આવતા ગ્રાહકો દ્વારા અયોગ્ય રીતે પાર્કિંગ કરતા સ્થાનિકો દ્વારા આજે લારી ધારકો સામે આક્રોશ જોવા મળ્યો હતો. વડોદરા મહાનગર પાલિકા દ્વારા થોડા દિવસો પહેલા આ લારીઓ જપ્ત કરવામાં આવી હતી પરંતુ લારી ધારકો દ્વારા લારી છોડાવી કોમ્પલેક્ષની આગળ ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કર્યું હતું અને ખાણીપીણી લેવા આવતા ગ્રાહકો દ્વારા સોસાયટીની આજુબાજુ અયોગ્ય રીતે પાર્કિંગ કરતા આજે તમામ રહેવાસીઓ દ્રારા લારી ધારકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ સવાલો ઊભા કર્યા હતા.

ગતરોજ અમદાવાદમાં બનેલી ઘટના આ સોસાયટીમાં પણ દુઃખદ ઘટના બની છે ત્યારે તેઓના પરિવાર અને સ્વજનો ને પાર્કિંગને લઈ ને લારી ધારકો દ્વારા દાદાગીરી કરવામાં આવતા આજે રહીશો દ્વારા તમામ લારી ધારકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સાથે વડોદરા મહાનગરપાલિકા ના અધિકારીઓ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. ધન લક્ષ્મી સોસાયટી ખાતે બબાલ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમસ્યા અંગે માહિતી મેળવી હતી.





Reporter: admin