સામગ્રીમાં 1 કપ પલાળેલા દેશી ચણા, 2 નંગ મરચા, 1 ટુકડો આદુ, ચપટી હિંગ, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે, અડધી ચમચી હળદર જરૂરી છે.
પલાળેલા ચણાને મિક્ષર જારમાં પીસી જરૂરી પાણી ઉમેરી લેવું. ખીરું થોડુ જાડું રાખવું. આ પેસ્ટમાં આદુની પેસ્ટ, મરચાની પેસ્ટ હળદર, હિંગ ઉમેરવી. આ પેસ્ટમાં લસણની પેસ્ટ પણ ઉમેરી શકાય છે. હવે તેને બાફવા એક વાસણમાં પાણી ગરમ મૂકી દેવું. ડીશ પર તેલ લગાવી આ પેસ્ટ પાથરી દેવી અને બાફી લેવી. 10 મિનિટ પછી તેને ગેસ પરથી ઉતારી તેના પર તેલ આને પસન્દ હોય તે મસાલા લગાડી ખાઈ શકાય છે.
Reporter: admin







