વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રેસીડેન્સીયલ ડોક્ટરે આપઘાત કર્યો. તમિલનાડુના ડોક્ટરે અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આપઘાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાવપુરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલના રેસીડેન્સીયલ તબીબે અગમ્ય કારણોસર આપઘાત કર્યો. એનેસ્થેસિયાના રેસીડેન્સીયલ ડોક્ટર સહાયા જેરીન ઝેવિયરે પીજી હોસ્ટેલ ખાતે દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

સહાયા જેરીન ઝેવિયર તમિલનાડુનો રેહવાસી હતો. અને તબીબી ક્ષેત્રે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.આપઘાતની જાણ થતા રાવપુરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહની પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. રેસીડેન્સીયલ ડોક્ટરે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે.
Reporter: News Plus