વડોદરા : હાલ વડોદરા પૂરની સ્થિતિમાંથી બહાર આવ્યું છે. આ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તરોમાં મગર જોવા મળ્યા છે. હવે જયારે પાણી ઓસરી ગયા છે ત્યાં મગર બહાર આવી રહ્યા છે.
કેટલીક જગ્યાએ મગર રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. છેલ્લા સાત દિવસમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ૪૨ મગરોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે. હજુ પણ તેની સંખ્યા વધે તેવું જાણવામાં આવ્યું છે. હાલ પણ ઘણા રસ્તાઓ પર મગર જોવા મળી રહ્યા છે. વિશ્વામિત્રીમાં સૌથી વધુ મગર હોય છે, આ વખત પૂરની સ્થિતિ સર્જાતા મગર બહાર આવી ગયા હતા પરંતુ હવે પાણી ઓસરી રહ્યા છે ત્યારે મગર રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે.
મગર દેખતા લોકો ફોરેસ્ટ વિભાગમાં માહિતી આપી રેસ્કયુ કરાવે છે. ઘણા મગરના વિડિઓ અને ફોટો સોશ્યિલ મીડિયા પર વાઇરલ થયા હતા. લોકો હવે જાતે એકટીવે થઇ ગયા છે અને ફોરેસ્ટ વિભાગમાં ફોન કરી મગરનું રેસ્કયુ કરાવે છે.
Reporter: admin