News Portal...

Breaking News :

છેલ્લા ૫ વર્ષમાં રેકોર્ડબ્રેક વરસાદ

2024-09-04 15:06:33
છેલ્લા ૫ વર્ષમાં રેકોર્ડબ્રેક વરસાદ


નવી દિલ્હી :હાલ વરસાડી માહોલ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ વરસાદ દ્વારકા અને મોરબીમાં કેટલાક વર્ષોમાં ન પડ્યો હોય એવો વરસાદ પડ્યો છે. 


ગુજરાતમાં પણ ૨૦ થી ૨૯ ઑગસ્ટ સુધી ભારે વરસાદ થયો છે. મોટા ભાગે ૫ વર્ષમાં એકવાર એવો વરસાદ પડતો હોય છે. આ વખતે વરસાદે રેકોર્ડબ્રેક કર્યો છે. આ વરસાદ અંગે આઈઆઈટી ગાંધીનગર ખાતે મશીન ઇન્ટેલિજન્સ એન્ડ રિસાયલન્સ લેબોરેટરી એ આપેલ માહિતી મુજબ ટોટલ ૧૭ જિલ્લામાં થયેલ વરસાદ છેલ્લા ૫ વર્ષમાં ન પડ્યો હોય એટલો પડ્યો છે. વડોદરાની પરિસ્થિતિ પણ ખુબ ખરાબ થઇ હતી , આજે પણ ઘણા લોકો ઘર અને ઓફિસોમાંથી પાણી બહાર કાઢી રહ્યા છે.


 હાલ વડોદરાની પ્રજામાં થોડો હાશકારો જોવા મળ્યો છે. જામનગર , મોરબી , અને દ્વારકામાં પણ છેલ્લા ૧૦ વર્ષમાં ન પડ્યો હોય એટલો વરસાદ વરસ્યો છે .આઈટીઆઈ ગાંધીનગરના સિવિલ એન્જીનીયરીંગના આસિસ્ટન્ટ પ્રોફેસર એમઆઈઆર લેબના સંશોધક ઉદિત ભાટિયાએ જણાવ્યું હતું કે પુરનું જોખમ ધરાવતા વિસ્તારમાં રસ્તાની ઊંચાઈમાં ફેરફાર થવા જોઈએ અને ડ્રેનેજ લાઈન સાથે ચેડાં ન થાવ જોઈએ . પૂર આવવા માટે આ બધું મોટો ભાગ ભજવે છે. તંત્રએ પણ જવાબદારીનો ભાગ બની પૂરની સ્થિતિ ન સર્જાય એના માટે કાળજી લેવી જોઈએ. આ વર્ષનો વરસાદ રેકોર્ડબ્રેક વરસાદ છે , હાલ પણ છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે.

Reporter: admin

Related Post