વડોદરા : શહેરમાં સતત વોચ તપાસમાં રહી આ હદપાર કરેલ ઇસમ વગર પરવાનગીએ વડોદરા શહેરમાં આવેલાનું જણાઇ આવેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આજરોજ એસ.ઓ.જી. ટીમના માણસો શહેર વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ મહેન્દ્રસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, હિતેશ જયંતી રાણા રહે, છાણી ગામ કબીર મંદીર પાસે, વડોદરા શહેર નાઓને વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ હોવા છતા તે છાણી ગામ કબીર મંદીર પાસે ઉભો છે જે હકીકત આધારે તેને પકડી પાડી સદરી ઇસમને વડોદરા શહેરમાં પ્રવેશ કરવા માટે કોઈ અધીકૃત અધિકારીની પરવાનગી મેળવેલ છે કે કેમ ? બાબતે પૂછતા નહિ હોવાનું જણાવેલ જેથી સદરી ઇસમે પોતે હદપાર હોવાનું જાણવા છતાં વડોદરા શહેરમાં પ્રવેશ કરી ગુનો કરતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે છાણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
Reporter: admin







