જેતલપુરની જય ભોલે ડેવલપર્સની સાઇટને કોર્પોરેશનના ટીડીઓ વિભાગે સીજીડીસીઆરનો ભંગ કરી મંજૂરી આપી
રેરાએ કોર્પોરેશનના ટીડીઓની પોલ ખોલી, ગોવર્ધન લક્ઝુરિયામાં કાયદાનો ભંગ કરી મંજુરી આપી...
શહેરના જેતલપુર વિસ્તારમાં જય ભોલે ડેવલપર્સની સાઇટ ગોવર્ધન લક્ઝુરિયાના રેરા રજીસ્ટ્રેશન કરવા માટે કરાયેલ અરજી બાદ રેરા દ્વારા કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ વિભાગના નાયબ નગર વિકાસ અધિકારીને પત્ર લખીને ઓફ લાઇન મંજૂર થયેલી પ્લાનની પ્રવર્તમાન સીજીડીસીઆરની જોગવાઇને આધિન ખરાઇ કરાઇ આપવા બાબતે પત્ર લખાયો છે. રેરાએ કોર્પોરેશનના ડે.ટીડીઓને પત્ર લખીને કહ્યું છે કે જય ભોલે ડેવલપર્સ દ્વારા જેતલપરમાં ઉર્મિ સોસાયટીના પ્લોટ નંબર 85 માં પ્રોજેક્ટ ગોવર્ધન લ્ઝ્યુરીયા રેરા રજીસ્ટ્રેશન મેળવવા ઓનલાઇન અરજી કરાઇ છે. આ કેસમાં વડોદરા કોર્પોરેશ દ્વારા ઓફલાઇન વોર્ડ નંબર 12 2023-24માં 16-03-2024ના રોજથી પ્લાન મંજૂર થયેલ છે. જેમાં રિવાઇઝડ રજાચિઠ્ઠીથી રીવાઇઝ્ડ પ્લાન મંજૂર થયેલો છે. આ કેસમાં ઉર્મી સોસાયટીના પ્લોટ નંબર 85માં પ્રોજેક્ટનો લેન્ડ એરિયા 427.50 ચો.મી તથા સદર પ્લોટને લાગુ રોડ 9 મીટરનો છે. સદર કેસમાં ગ્રાઉન્ડ ફ્લોરથી 5 ફ્લોર સુધીના રિવાઇઝ્ડ પ્લાન મંજૂર કરવામાં આવેલ છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કીંગ તથા ફર્સ્ટ ફ્લોર થી ફીપ્થ ફ્લોર માં કુલ 10 રહેણાંક ટાઇપના યુનિટ મંજુર થયેલા છે.
આ મંજુર થયેલા ઓફલાઇન પ્લાનમાં અત્યારના સીજીડીસીઆર મુજબ સ્પષ્ટીકરણ કરવા વિનંતી છે જેમાં સદર મંજૂર થયેલ પ્લાન જોતાં બાંધકામના પ્લાન ફ્લેટ પ્રકારના હોઇ સીજીડીસીઆર ના ક્લોઝ મુજબ બિલ્ડીંગ યુનિટના રીયર એન્ડ અધ સાઇડ માર્જીનના ટેબલ મુજબ બિલ્ડીંગની હાઇટ 16 .50 મીટર સુધી સાઇડ માર્જીન 3 મીટર મુકવાની જોગવાઇ કરાઇ છે. વડોદરા કોર્પોરેશન દ્વારા ઓફલાઇન મંજુર થયેલ પ્લાનમાં સાઇડ માર્જીન 2 મીટર દર્શાવી પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. આમ સાઇડ માર્જીન પ્રવર્તમાન સીજીડીસીઆર ના ક્લોઝ નંબર 6.7.2ના ટેબલ નંબર 6.23 અનુક્રમ નંબર 2 મુંજબ જળવાતું નથી આમ પ્રોજેક્ટમાં સાઇડ માર્જીન મુકવામાં વિસંગતતા હોય તેમ જણાય છે. આ બાબતે રેરા કચેરીના પત્રો અગાઉ પાઠવાયેલ છે. પણ આજ દિન સુધી આપની કચેરીમાંથી પ્રત્યુત્તર આપ્યો નથી. પ્રવર્તમાન સીજીડીસીઆરનો ભંગ થયેલો જણાય છે આ સંજોગોમાં રેરા કાયગદા અંતર્ગત એલોટીઓના હિતને ધ્યાનમાં રાખીને સદર પ્રોજેક્ટમાં મંજૂર કરાયેલ પ્લાન બાબતે સત્વરે પુન ચકાસણી થઇ 7 દિવસમાં ટોચ અગ્રિમતા આપવા વિનંતી છે. ભવિષ્યમાં કોઇ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી થશે તો જવાબદારી આપની રહેશે. જો પ્રત્યુત્તર નહી મળે તો આપના વિભાગ દ્વારા મંજુર થયેલ પ્લાન મુજબ રેરા કચેરી દ્વારા રેરા રજીસ્ટ્રેશન અંગેની આગળની આનુષાંગિક કાર્યવાહી કરવામાં આવશે.
Reporter: admin







