News Portal...

Breaking News :

વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિતના મુદ્દા પર 17 જુલાઇ સુધી બીજો રિપોર્ટ આવે તેવી શક્યતા છે.

2025-07-02 10:02:03
વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિતના મુદ્દા પર 17 જુલાઇ સુધી બીજો રિપોર્ટ આવે તેવી શક્યતા છે.


વિશ્વામિત્રી પ્રોજેક્ટ મામલે આજે કોર્પોરેશનમાં રોહિત પ્રજાપતિ સહિતનાં પર્યાવરણ તજજ્ઞોની મ્યુનિસીપલ કમિશનર સાથે વિશેષ બેઠક મળી હતી. 


જો કે માત્ર વિશ્વામિત્રી નદીને લઇને જ નહી પણ સમગ્ર શહેરમાં ભરાતા પાણી તથા રોડ પર પડતા ભુવા સહિતની સમગ્ર બાબતો સાથે ઉંડી ચર્ચા કરાઇ હતી. આગામી 17 તારીખ સુધીમાં પર્યાવરણ પ્રેમીઓનો રિપોર્ટ જાહેર થઇ જશે તેમ રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું. રોહિત પ્રજાપતિએ મીડિયાને જણાવ્યું હતું કે અમે કિમીટીના મેમ્બર છીએ જેથી ઓથોરિટીને અમે જવાબ આપી શકીએ પણ બાકી અમને બોલવાની છુટ નથી અને અમે જે કહીશું તે લેખીતમાં કહીશું. 


અમે વિસ્તારોમાં વિઝીટ કરી છે અમારો બીજો રીપોર્ટ થોડા દિવસમાં એટલે કે 17 તારીખ સુધીમાં બહાર આવશે અને જલ્દી રિપોર્ટ અપલોડ થાય તેવું જોઇશું. અમારા માટે નદીના બે કિનારા સિવાયની જગ્યાઓનો મેપ બનેલો છે, અમારા માટે વોટર લોગીંગ, શહેરનાં રસ્તા પર ભુવા પડે છે અને પાયામાં શું ફેરફાર થઇ શકે તે મુદ્દો છે અને તે વિશે અમે ચર્ચા કરી રહ્યા છે.  અમારો રિપોર્ટમાં અમે ડોક્યુમેન્ટ પણ આપેલા છે અને વડોદરાના નાગરીકો અને એકસપર્ટ માહિતીનો ઉપયોગ કરી વેરીફાઇ કરી શકે છે પણ અમારી મર્યાદા છે તેને હું ઓળંગી ના શકું.

Reporter: admin

Related Post