નકલી ફાયર એનઓસી કેસમાં આરોપી પક્ષને, ચીફ ફાયર ઓફિસરની સીધી કે આડકતરી મદદગારી..
અડધી રાત્રે ચીફ ફાયર ઓફિસરને મદદ માટે ફોન ના કરતા..તેમણે ના પાડી છે..
જો તમે એમ માનતા હો કે વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરની અડધી રાત્રે મદદ મેળવી શકશો તો ભુલી જજો કારણ કે સીએફઓ સાહેબ ઘેર ગયા પછી રાત્રે આઠ વાગ્યા પછી જો ફોન કરશો તો તમને ખખડાવશે કે આ રીતે તમે મને ઘેર આવ્યા પછી ફોન ના કરી શકો. શહેરમાં નકલી ફાયર એનઓસીનો રાફડો ફાટી નિકળ્યો છે અને ત્રણ મહિનામાં 2 નકલી ફાયર એનઓસી બહાર આવી છે. ફાયર એનઓસીનું મહત્વ વડોદરાના નાગરીકોને ખબર છે.ગત વર્ષે વડોદરા શહેરમાં 3 વખત પૂર નો ભોગ નાગરિકો બન્યા છે. વિશ્વામિત્રીને લઇ પાલિકા ખાતે એક બેઠક પણ યોજાઈ હતી. આગ લાગે ત્યારે લોકોની સુરક્ષા સાથે તેનો સીધો સંબંધ છે પણ વડોદરામાં આગ લાગવાથી ચીફ ફાયર ઓફિસર બની ગયેલા મનોજ પાટીલને આ મામલે ગંભીરતાની ખબર જ નથી. રિપોર્ટરે જ્યારે મનોજ પાટીલને રાત્રે 9 વાગે ફોન કર્યો કે તેમણે ફોન કાપ્યો હતો અને મેસેજ કર્યો કે મને ટેક્સ મેસેજ કરો એટલે અમે તેમને મેસેજ કર્યો કે આજવા રોજ અર્ષ કોમ્પલેક્સમાં મળેલી નકલી ફાયર એનઓસી માટે તમે શું કાર્યવાહી કરી અને હમણા જે હરણીની મહાલક્ષ્મી કોમ્પલેક્ષની ફાયર એનઓસી બહાર આવી છે તેમાં ઓનર કહી રહ્યો છે કે તેની પાસે એનઓસી નથી તો તમે શું કાર્યવાહી કરી તેનો જવાબ આપો.
તેમણે આ બંને મુદ્દે જવાબ તો ના આપ્યો પણ છેલ્લો ફોન કરીને પત્રકારને કહ્યું કે તમે આ રીતે હું ઘેર આવ્યા પછી તમે મને ફોન ના કરી શકો. તમે હંમેશા રાત્રે 8 વાગ્યા પછી જ કેમ ફોન કરો છો. અહીં જ ચીફ ફાયર ઓફિસરની અણઆવડત છતી થઇ જાય છે અને તે બિન અનુભવી છે તે છતી થઇ જાય છે. તેમને ખબર જ નથી કે ચીફ ફાયર ઓફિસરનો મતલબ શું છે. ચીફ ફાયર ઓફિસર ઘેર ગયા પછી પણ પ્રજા માટે ઉપલબ્ધ હોય છે. રિપોર્ટરને એમ કહે છે કે કન્ટ્રોલ રુમ તો છે ત્યાં ફોન કરો. અરે મહાશય જ્યારે કોઇ ઇસ્યુની વાત હોય જનતાના હીતની અને સુરક્ષા ની વાત હોય ત્યારે કન્ટ્રોલ રુમનો નાનો કર્મચારી થોડો જવાબ આપી શકે? તે માટે ચીફ ફાયર ઓફિસરે જ જવાબ આપવો પડે. ચીફ ફાયર ઓફિસર બન્યા છો તો જવાબ પણ આપવા પડે પણ તેઓ બિન અનુભવી હોવાથી તેમને કેવી રીતે જવાબ આપવો અને ફાયર બ્રિગેડનો વહિવટ કેવી રીતે કરવો તેની પણ ખબર પડતી નથી. સીએફઓને તો વિશ્વામિત્રી અને ફાયર સહિતની વાત માટે કોલ કર્યો હતો પણ તેમણે ફોન પર રિપોર્ટર જોડે ખોટો બકવાસ કર્યો હતો.
Reporter: admin







