સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-વડોદરા (અનાથ દિવ્યાંગોનો આશ્રમ) ખાતે અતિ ગંભીર અનાથ દિવ્યાંગોને વિના મૂલ્યે સાચવવામાં આવે છે

જ્યાં આજ રોજ ૭૬ માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ.જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એસ.પટેલ .વી.વાય.ઓ સંસ્થાના મિતેશભાઈ શાહ વિપુલભાઈ શાહ તેમજ સભ્યઓ અને કલ્યાણ નગર સોસાયટીના પ્રમુખ ઊર્મિલાબેન દુબે ઉપસ્થિત રહેલ .સંસ્થાના દિવ્યાંગ બાળકોના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ.

પી.આઈ પટેલ સંસ્થાની પ્રવુતિની માહિતી મેળવી ભાવુક્ત થયેલ.આ સાથે બેન્ક ઓફ બરોડા મકરપુરા શાખા દ્વારા સંસ્થાના દિવ્યાંગ બાળકોને વોશિંગ મશીન તેમજ અભ્યાસલક્ષી ટેબલ આપેલ. બેન્કના મેનેજર રાજેન્દ્રકુમાર અગ્રવાલ તેમજ જોઇન્ટ મેનેજર અલ્પેશભાઈ પરમાર તથા સ્ટાફ પરિયાવર ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજર હિતેશભાઈ બગડા તેમજ જનકભાઈ પરમાર દ્વારા આ દિવ્યાંગ બાળકોના વિશેષ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ તમામ મહેમાનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Reporter: admin