News Portal...

Breaking News :

નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિંગલ્સ કેટેગરીમાં વડોદરાના ખેલાડી માનુષ શાહ ફાઇનલ મેચ જીતી ન

2025-01-26 19:56:05
નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિંગલ્સ કેટેગરીમાં વડોદરાના ખેલાડી માનુષ શાહ ફાઇનલ મેચ જીતી ન


સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિંગલ્સ કેટેગરીમાં તમામ વડોદરા વાંસીઓને તથા સમગ્ર ગુજરાત રાજ્યને ગર્વની લાગણી અપાવી આપણા વડોદરાના ખેલાડી માનુષ શાહ ફાઇનલ મેચ જીતી નેશનલ ચેમ્પિયન બન્યા છે. જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.  


સાથે આ વિશેષ સિદ્ધિ બદલ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ૨.૫ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે તથા ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડાના પ્રેસિડેન્ટ જયાબેન ઠક્કર (પુર્વ સાંસદ), વાઈસ પ્રેસિડેન્ટ ડો. હેમાંગ જોષી (સાંસદ- વડોદરા), સેક્રેટરી કલ્પેશ ઠક્કર તથા સમગ્ર ટીમ દ્વારા માનુષ ભાઈ ને ૧.૫ લાખ નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. જેની જાહેરાત સાંસદ દ્વારા વિડીયોના માધ્યમથી કરવામાં આવી.

Reporter: admin

Related Post