આજે ૨૬ જાન્યુઆરી રાષ્ટ્ર નાં ગણતંત્ર દિવસ નિમિત્તે બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા તેના વિવિધ આયામો દ્વારા રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને કરાયેલ ઉજવણી પણ તિરંગા નાં રંગે રંગાઈ ગઈ હતી.

અટલાદરા મંદિર ખાતે પૂજ્ય સંતો એ સવારે શણગાર આરતી બાદ રાષ્ટ્ર નાં શણગાર સમાં ધ્વજ લહેરાવ્યો ત્યારે મંદિર પરિસર સંતોનાં ભગવા વસ્ત્રો થી તિરંગાનાં ભગવા રંગ જેવું દીપી ઉઠ્યું હતું, જ્યારે બી એ પી એસ વિદ્યામંદિર ખાતેનાં ધ્વજ વંદન કાર્યક્રમમાં શ્વેત વસ્ત્ર પરિધાન કરેલ વિદ્યાર્થીઓ એ તિરંગાનાં સફેદ રંગની ઝાંખી કરાવી હતી.
પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટય સ્થાન ચાણસદ ખાતે નારાયણ સરોવર પરિસર નો આસપાસ નો વિસ્તાર લીલી છમ હરિયાળી નાં કારણે રાષ્ટ્રધ્વજ નાં ત્રીજા રંગ લીલા ની ઝાંખી કરાવતો હતો.
Reporter: admin