એકતા નગર : ગુજરાતના સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે થઈ રહેલા ધ્વજવંદન કાર્યક્રમમાં બોલીવૂડના અભિનેતા આમિર ખાને પણ હાજરી આપી હતી.
આમિર ખાનની આગામી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ગુજરાતમાં શૂટિંગ ચાલી રહ્યું છે, ત્યારે આમિર ખાને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના ધ્વજવંદનમાં પહોંચીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને નીહાળી અને ગેલેરીની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે આમિર ખાને કહ્યું કે, 'આપણા જે ફ્રિડમફાયટર રહ્યા છે, જેમને દેશ અને આપણા બધાની આઝાદી માટે લડત આપી છે. જેમાં મારા પરદાદા મૌલાના આઝાદ અને સરદાર પટેલ આ ચળવળમાં ગાંધીજીની લીડરશીપમાં સાથે હતા.
મારા માટે આ ઘણો ખાસ દિવસ છે. હું આજે અહીં બેસીને વિચાર રહ્યો હતો કે, તેમણે કેટલી ચર્ચાઓ કરી હશે અને મુશ્કેલીનો સામનો કર્યો હશે. આ સાથે જેલમાં પણ ગયા છે.'સ્ટેચ્યૂ ઑફ યુનિટીના વખાણ કરતાં આમિરે કહ્યું કે, 'હું તમામ દેશવાસીઓને કહીશ કે આ એટલી ખાસ જગ્યા છે કે, આપણું અદભૂત મોર્ડન સ્ટ્રક્ચર તૈયાર કર્યુ છે. મોદીજીએ આનો પાયો નાખ્યો હતો. દેશવાસીઓને હું કહીશ કે તમે અહી આવો અને આ જગ્યાનો આનંદ અને એનર્જીનો અહેસાસ કરો.'
Reporter: admin







