આજે દેશના 76મા ગણતંત્ર -પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના હરણી સ્થિત સ્કલ્પચર પાર્ક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વડોદરા મહાનગરપાલિકાના મેયર પિન્કીબેન સોનીના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ બાદ આ પ્રથમ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે

ભારત આગામી સમયમાં વિશ્વમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે તેવી મનોકામના સાથે તેમણે સૌને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, દંડક, વિરોધ પક્ષના નેતા, મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા પાલિકાના પદાધિકારીઓ સહિત સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







Reporter: admin







