વલ્લભ વિદ્યામંદિર , વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ધ્વજવંદન અને દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો.

શાળાનાં કેળવણીકાર ઇન્દ્રવદન શાહ સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળા બહારની વિવિધ પ્રવૃતિઓ ખેલ મહાકુંભ, કલામહાકુંભ વગેરેમાં જિલ્લા અને ઝોન કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓને સન્માન અને પ્રોત્સાહન ઇનામ આપી અભિનંદન પાઠવ્યા હતા.
Reporter: admin







