News Portal...

Breaking News :

ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં ગુજરાતના યુથ આઇકન સચિન પાર્કરે ડ્રેગ રેસિંગમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

2026-04-20 13:45:35
ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં ગુજરાતના યુથ આઇકન સચિન પાર્કરે ડ્રેગ રેસિંગમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી



સચિન પાર્કરે પોતાની BMW 116i પર છેલ્લા 2 વર્ષથી સતત મહેનત કરીને તેને એક હાઈ-પરફોર્મન્સ મશીનમાં પરિવર્તિત કરી છે.


આ મહેનતના પરિણામ સ્વરૂપે, તેમણે 2025 ઇન્ડિયન ઓપન કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ સાથે, 2026 ઇન્ડિયન ઓપન સમર એડિશનમાં પણ તેમણે વિજય મેળવી પોતાની કાબેલિયત સાબિત કરી છે. ઉપરાંત, તેમને “બેસ્ટ ટ્યુનર”નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.વિશ્વ સ્તરે પણ સચિન પાર્કરની BMW 116i હાલમાં ત્રીજા ક્રમે છે અને સ્ટોક ટર્બો કેટેગરીમાં પ્રથમ સ્થાન ધરાવે છે.


હવે સચિન પાર્કરનું આગામી લક્ષ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો છે.તેમનો દાવો છે કે તેઓ ફરીથી પોતાની કારને વધુ અદ્યતન બનાવી વિશ્વની સૌથી ઝડપી BMW 116i બનાવશે.આ સિદ્ધિ સાથે, સચિન પાર્કરે માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર દેશનું નામ ગૌરવભેર ઊંચું કર્યું છે, અને હવે તેઓ ભારત માટે વિશ્વ મંચ પર ઉતરવા તૈયાર છે.

Reporter: admin

Related Post