લોકો નારાજ છે ઠેરઠેર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ભાજપ રાજકીય ફાયદા માટે તમામ નીતિ નિયમો નેવે મૂકી રહી છે.

મહિલા અનામતના નામે રાજનીતિ કરી રહ્યા છે. તેમની નીતિમાં ખોટ છે એ આખી દુનિયા જાણી ગઈ છે.ભાજપ સિવાયના તમામ વિપક્ષ મહિલા વિરોધી હોય તેવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. મહિલા સશક્તિકરણ,નારી સન્માન,મહિલાઓની ભાગીદારીની શરૂઆત કોંગ્રેસે કરી હતી. 15 લાખ કરતા વધુ મહિલાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સ્થાન અપાવ્યું. મહિલા અનામતનો વિચાર રાજીવ ગાંધીનો હતો. 2023 માં દેશની પાર્લામેન્ટમાં 33 ટકા અનામત બિલ લવાયું ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષે સર્વાનુમતે બિલ પાસ કરાવ્યું. ભાજપના રાજકીય એજન્ડાના ફાયદા મુજબ સીટો ગોઠવવામાં આવી. બિલમાં સીમાંકન સીટો વધારવાની વાતો મૂકી દેશ દુનિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. ભાજપની મેલી મુરાદને કારણે વિપક્ષ સતર્ક થયું અને બિલ પાસ ન થયું. ગુજરાતમાં બાળકીઓ પર બળાત્કાર થાય મહિલાઓ પર અત્યાચાર થાય ત્યારે એક પણ ભાજપ નેતા કાઈ બોલતો નથી. ST SC OBC મહિલાઓને પણ અનામતનો લાભ અપાવો. મહિલા અનામતના નામે મહિલાઓને છેતરવાની વાત કરવામાં આવી રહી છે- અમિત ચાવડા

રાજ્ય સભાના સાંસદ અને AICC ના સેક્રેટરી મુકુલ વાસનિકનું નિવેદન : બિલ સ્થાયી સમિતિ પાસે ન મોકલ્યું અને સીધું સંસદમાં રજૂ કર્યું. સર્વદળીય બેઠા ના થઈ, જોઇન્ટ પાર્લામેન્ટ કમિટી પાસે પણ બિલ ન મોકલાયું. બિલ મામલે વિપક્ષ સાથે અગાઉ કોઈ જ ચર્ચા નથી કરવામાં આવી. લોકોને ગેરમાર્ગે દોરવાનો મહિલાઓ સામે પ્રતિષ્ઠા બનાવવાના ઇરાદા હતા તેમા નિષ્ફળ થયા. RSS માં મહિલાઓ માટે કોઈ સ્થાન નથી. અત્યાર સુધી એક પણ મહિલા ભાજપની રાષ્ટ્રીય અધ્યક્ષ નથી બની. કોંગ્રેસે અને મહિલાઓના હાથમાં કમાન આપી દાખલો બેસાડ્યો. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં મહિલા અને પુરુષને સમાન હક આપ્યા.

Reporter:







