ટોક્યો : જાપાનના ઉત્તર-પૂર્વ તટ પર સોમવારે 7.5ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવતા સમગ્ર દેશ ધ્રૂજી ઉઠ્યો છે.
ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે તંત્ર દ્વારા તાત્કાલિક સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને તટીય વિસ્તારોમાં રહેતા હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ અપાયા છે.જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બિંદુ પ્રશાંત મહાસાગરમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
ઇવાતે (Iwate), આઓમોરી (Aomori) અને હોકાઈડો (Hokkaido) માં 3 મીટર સુધી ઊંચી સુનામી લહેરો આવવાની આશંકા છે. PM સનાએ તાકાઈચી (Sanae Takaichi) એ ઇમરજન્સી ટાસ્ક ફોર્સની રચના કરી છે અને લોકોને સહેજ પણ વિલંબ કર્યા વગર ઊંચાણવાળા વિસ્તારોમાં પહોંચવા અપીલ કરી છે
Reporter: admin







