વિકાસ પણ વિરાસત પણ" સ્લોગનથી ચૂંટણી ઢંઢેરો જામતો નથી.
વડોદરા શહેરનો વિકાસ નથી થયો,પણ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન,પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ નેતા,પૂર્વક દંડક,પૂર્વ કોર્પોરેટરો,સંગઠનનાં હોદ્દેદારો,ધારાસભ્યો,સાંસદનો ઝડપથી વિકાસ થયો. મોટાભાગનાં કરોડપતિ બન્યા.લોકોને વિકાસ અને વિરાસતની વાતો કરીને મૂર્ખ બનાવ્યા
પાંચ વર્ષ ગાયબ નેતાઓ હવે મત માટે ઘરેઘરે—જનતાનો રોષ ઉકળી ઉઠ્યો, ભાજપ માટે એલાર્મ બેલ !.
પ્રચારમાં ખાલી ખુરશીઓ અને નિષ્ક્રિય કાર્યકરોનું ચિત્ર સ્પષ્ટ; વોર્ડોમાં કેસરીયો માહોલ ગાયબ, આંતરિક ગાબડાં અને જનઆક્રોશ વચ્ચે પક્ષ મુશ્કેલીમાં.
નેતાઓએ વર્ષના 365 દિવસ લોકોની વચ્ચે રહીને નિષ્ઠાપૂર્વક કામ કર્યું હોત, તો આજે આકરી ગરમીમાં ઘરે-ઘરે જઈને આજીજી કરવાની નોબત જ ન આવત.

પ્રચાર રેલીઓમાં માત્ર ગણ્યાગાંઠ્યા લોકો જ દેખાય છે અને અગાઉ જેવો કેસરીયો માહોલ સર્જવામાં પક્ષ નિષ્ફળ રહ્યો છે.
ચૂંટણીમાં ભાજપના શાસકો અને સંગઠન માટે એક ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે ઉપસી રહ્યું છે. અત્યારે ભર ઉનાળામાં નેતાઓ માત્ર 15 દિવસ માટે પ્રચાર મેદાનમાં ઉતરી રહ્યા છે, પરંતુ જનતામાં ચર્ચા છે કે જો આ નેતાઓએ વર્ષના 365 દિવસ લોકોની વચ્ચે રહીને નિષ્ઠાપૂર્વક કામ કર્યું હોત, તો આજે આકરી ગરમીમાં ઘરે-ઘરે જઈને આજીજી કરવાની નોબત જ ન આવત. લોકશાહીમાં મત એ કામનો બદલો હોય છે, પરંતુ ભાજપના નેતાઓ અને ખાસ કરીને કોર્પોરેટરો છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જનતાના પ્રશ્નો ઉકેલવામાં કે તેમની સુખ-દુઃખમાં હાજર રહેવામાં સદંતર નિષ્ફળ રહ્યા હોવાનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે. પાંચ વર્ષ સુધી પ્રજાના દર્શન પણ ન આપનારા આ નેતાઓ જ્યારે હવે અચાનક મત માગવા નીકળ્યા છે, ત્યારે દરેક વોર્ડમાં સ્થાનિક લોકોનો અભાવ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે. પ્રચારમાં સ્થાનિક રહેવાસીઓની ગેરહાજરી એ નેતાઓ પ્રત્યેના છુપા આક્રોશનું પ્રતિક છે, કારણ કે મતદારો હવે માત્ર વાતોથી ભોળવાય તેમ નથી.કાર્યકરોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે. જે કાર્યકરો દિવસ-રાત જોયા વગર પક્ષ માટે દોડતા હતા, તેઓ હવે પ્રચારમાં જોડાવાનું ટાળી રહ્યા છે અથવા તો કોઈને કોઈ બહાનું કાઢીને છટકી રહ્યા છે. આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ પૂર્વ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલા નબળા કામો અને તેમના વિવાદાસ્પદ કારનામાઓ છે. જ્યારે કાર્યકરો સોસાયટીઓમાં કે મહોલ્લાઓમાં પ્રચાર માટે જાય છે, ત્યારે તેમને લોકોના ઉગ્ર રોષનો અને કડવા સવાલોનો સામનો કરવો પડે છે. નેતાઓની ભૂલોની સજા ભોગવવાનો વારો નિષ્ઠાવાન કાર્યકરોનો આવ્યો છે, જેના કારણે તેમની નૈતિક હિંમત તૂટી ગઈ છે. તેઓ જાણે છે કે પ્રજામાં તેમના પ્રતિનિધિઓ પ્રત્યે ભારે નારાજગી છે, અને આ નારાજગીને ઠારવી હવે તેમના હાથમાં રહી નથી. આ જ કારણ છે કે પ્રચાર રેલીઓમાં માત્ર ગણ્યાગાંઠ્યા લોકો જ દેખાય છે અને અગાઉ જેવો કેસરીયો માહોલ સર્જવામાં પક્ષ નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે.

મહત્વના વોર્ડોમાં ઠંડો પ્રચાર, કાર્યકરોમાં ઉત્સાહ ગુમ—પક્ષ માટે ચિંતાજનક સંકેત
આમ તો આખા વડોદરા શહેરમાં વિરોધ છે પણ ખાસ કરીને શહેરના મહત્વના ગણાતા વોર્ડ નંબર 4, 5, 6, 8, 12 અને વોર્ડ નંબર 13માં સ્થિતિ વધુ ગંભીર જણાઈ રહી છે. આ તમામ વિસ્તારોમાં ઉમેદવારોની જ્યારે ફેરણી કરવામાં આવી, ત્યારે તેમાં કાર્યકરોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ હતી. આ દ્રશ્યો એ વાતની સાક્ષી પૂરે છે કે પક્ષના આંતરિક માળખામાં ક્યાંક ને ક્યાંક મોટું ગાબડું પડ્યું છે. જે કાર્યકરો ચૂંટણીના સમયે વાતાવરણ ગજવી મૂકતા હતા, તેમનામાં જ હવે કોઈપણ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો નથી. જો પક્ષનો પાયો ગણાતા કાર્યકરોમાં જ જીતનો કે પ્રચારનો થનગનાટ ન હોય, તો સામાન્ય જનતામાં ઉત્સાહ કેવી રીતે જગાવી શકાય—એ એક મોટો પ્રશ્ન છે.
Reporter: admin







