News Portal...

Breaking News :

પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી, અમદાવાદ જેલમાં મોકલાયો

2026-04-20 11:59:26
પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી, અમદાવાદ જેલમાં મોકલાયો


વારંવાર દારૂના ગેરકાયદેસર ધંધામાં સંડોવાતા આરોપી પર કડક પગલું; સંગઠિત ગેંગનો પર્દાફાશ



દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ઇસમને પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલાયો
વડોદરા શહેરમાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગઈ કાલે શહેર પોલીસે વારંવાર દારૂની હેરાફેરી અને વેચાણમાં સંડોવાયેલા એક ઇસમ સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.પોલીસ કમિશનર નરસિંહા કોમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં પ્રોહિબિશન, જુગાર, સાયબર ક્રાઈમ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તે જ અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાની તપાસ દરમિયાન સંગઠિત ગેંગ દ્વારા મોટા પાયે દારૂની હેરાફેરી થતી હોવાનો ભેદ ખુલ્યો હતો.તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા વિવિધ વાહનો મારફતે રાજ્ય બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) મંગાવી કટીંગ કરીને શહેરમાં સપ્લાય કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. 


રેઇડ દરમિયાન પોલીસે અંદાજે 53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં દારૂનો જથ્થો, વાહનો, મોબાઇલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે.આ કેસમાં સંડોવાયેલા અનેક આરોપીઓ સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તેમ છતાં તેઓ ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાતા હોવાથી તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી.પોલીસ મુજબ ગેરકાયદેસર દારૂનો જથ્થો માનવ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે અને તેના સેવનથી જાનહાનિ થવાની સંભાવના રહે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી જાહેર વ્યવસ્થા પણ ખોરવાય છે.આ સમગ્ર મામલે અનીલ માળી નામના આરોપીને પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અન્ય સંડોવાયેલા આરોપીઓની પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે અને ભવિષ્યમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવાશે તેવી માહિતી આપવામાં આવી છે.

Reporter: admin

Related Post