સાવલી તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયાનો મહત્વનો તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો હતો.

ચૂંટણી ફરજ પર જવાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ મતદાન પ્રક્રિયા આજે સાવલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વ્યવસ્થિત રીતે યોજાઈ હતી. ચૂંટણી ફરજ પર નિયુક્ત સરકારી કર્મચારીઓ અને અન્ય સ્ટાફે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં હાજરી આપી હતી.ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.

મતદાન કેન્દ્ર પર જરૂરી સુવિધાઓ સાથે પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો હતો જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને.મતદાન દરમિયાન કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તમામ લોકોએ લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી.આ બેલેટ મતદાન દ્વારા ચૂંટણી ફરજ પર રહેનાર કર્મચારીઓને પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી છે, જે લોકશાહી પ્રણાલીની એક મહત્વપૂર્ણ કડી છે.


Reporter: admin







