News Portal...

Breaking News :

પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા ધારા હેઠળ અટકાયત

2026-04-20 12:06:23
પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા ધારા હેઠળ અટકાયત



વારસીયા પોલીસે હિતેષ જયસ્વાલ સાથે જીગ્નેશ ઉર્ફે જીગો પરમાર પર કાર્યવાહી કરી



વડોદરા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીને પાસા ધારા હેઠળ અટકાયત કરી સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.વડોદરા શહેર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ સંડોવાયેલા એક આરોપીને પાસા ધારા હેઠળ અટકાયત કરી સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના અનુસાર શહેરમાં પ્રોહિબિશન, જુગાર અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત વારસીયા પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરી હતી.આ કેસમાં આરોપી હિતેષકુમાર રતીલાલ જયસ્વાલ (ઉંમર 45) રહે. સી-35, પરશોત્તમનગર સોસાયટી, વુડાના મકાન પાસે, કિશનવાડી, વડોદરાને તેના મકાન અને બ્યુટી પાર્લરમાંથી વગર પાસ-પરમિટે વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. 


રેઇડ દરમિયાન 476 બોટલ્સ, એક મોબાઈલ ફોન, રોકડ રૂ. 7700 અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 2,73,820નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો ફતેહસિંહ પરમાર સાથે મળીને ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરતો હતો. આરોપીએ પોતાના આર્થિક લાભ માટે વારંવાર આવા ગુનાઓ આચર્યા હતા.આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો પરમારનો ગુનાહિત ઇતિહાસ ખૂબ લાંબો છે. તે છેલ્લા અનેક વર્ષોથી વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 12થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે.પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના અનુસાર આરોપીને પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. વારસીયા પોલીસ સ્ટેશને પાસા ધારા હેઠળ અટકાયત કરી તેને સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.આ કાર્યવાહીથી શહેરમાં પ્રોહિબિશનના ગુનાઓ પર અંકુશ લાવવા માટે પોલીસની સખત પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.

Reporter: admin

Related Post