ભાલકાતીર્થ ખાતે આવેલ મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ ભાલપરા જીલ્લા પંચાયતની બેઠકના પ્રતીનીધી અને ઉમેદવારને આપ્યા આશીર્વાદ.

ગીર સોમનાથ જીલ્લામા ચુટણીનો ખરેખરો જંગ શરુ થઈ ચુક્યો છે ત્યારે સોમનાથ વિધાનસભામા આવતી ભાલપરા જીલ્લા પંચાયતની બેઠક તથા તેમની નીચે આવતી તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત નિશ્ચિત મનાઇ રહી છે.ચુટણી પહેલાજ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારે ફોર્મ ખેચી અને ભાજપને સમથઁન આપી દીધુ છે.

ત્યારે ભાલપરાના ઉપસરપંચ અને આ બેઠકના સારથી એવા વિક્રમભાઈ પટાટે ચુટણીના પ્રચાર પ્રસારની શરુઆત પહેલા ભાલકાતીર્થ ખાતે આવેલ નિરાલી ખોડીયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુના આશીર્વાદ લીધા હતા અને બાપુએ પણ વિકાસના કામોને વેગ આપો સાથે તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થાય તેવા આશીર્વાદ આપેલ છે.


Reporter: admin







