સાવલી તાલુકાના ટુંડાવ ગામે અખાત્રીજ ના પાવન અવસર પર ખેડૂતોએ ખેતીની શુભ શરૂઆત કરી છે. પરંપરાગત રીતે અખાત્રીના દિવસે નવી શરૂઆત શુભ માનવામાં આવે છે, ત્યારે ટુંડાવ ગામના ખેડૂતો દ્વારા આ દિવસને હરિયાળો બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

દેશ ની સુરક્ષા માટે સરહદ પર સંકલ્પ બદ્ધ જવાન અને કણમાંથી મણ મેળવવા સંકલ્પબદ્ધ ધરતીપુત્ર કિસાન જયજવાન જયકિસાનના સૂત્ર ને સાર્થક કરતાં ટૂંડાવ ગામે અખાત્રીજ ના આજના પાવનદિવસે ખેતરોમાં કચરા ની સાફસફાઈ કરી પોતાના ખેતરોમાં આંબા, જાંબુ, જામફળ, લીમડી અને સંતરા જેવા ફળદ્રુપ તેમજ ઔષધીય ગુણ ધરાવતા વૃક્ષોના રોપાણથી ઝાડરૂપી ખેતીની શરૂઆત કરી છે. માત્ર એટલું જ નહીં, ગામના અન્ય ખેડૂતો પણ પ્રેરણા લઈ પોતાના બાગ-બગીચાઓમાં વૃક્ષારોપણ કરી રહ્યા છે.

ખેતર છેવાડે વૃક્ષારોપણથી માત્ર આવકમાં વધારો જ નહીં, પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને હવા પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાઓ સામે પણ લડત આપી શકાય છે.પર્યાવરણનું સંરક્ષણ અને શુદ્ધ હવા માટે વૃક્ષારોપણ એ જ એકમાત્ર સારો ઉપાય છે.ટુંડાવ ગામના ખેડૂતોએ આપેલા આ સંદેશથી પર્યાવરણ બચાવ માટે એક સકારાત્મક દિશામાં પગલું ભરાયું છે, જે અન્ય ગામોના કિસાનો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

Reporter: admin







