હરણી તળાવ બોટ દુર્ઘટનાનાં મુખ્ય આરોપી પરેશ શાહને કોર્ટ દ્વારા શરતી જામીન આપ્યા બાદ ગુજરાત છોડીને જવું નહીં તેમ છતાં કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી રાજસ્થાન પ્રવાસે જઈ આવ્યાનો વિવાદ સર્જાયો છે. જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.

વડોદરાના હરણી તળાવ બોટકાંડના આરોપી પરેશ શાહે કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી, પત્ની સાથે રાજસ્થાનની મુસાફરી કરી હોવાનું સામે આવ્યું છે. પરેશ શાહ રાજસ્થાનની એક હોટેલમાં ચેક-ઇન કરતા અને ફોર્મ ભરતા જોવા મળ્યા છે, જેનો ખુલાસો ન્યાયની રાહ જોતા પીડિત પરિવારો માટે આઘાતજનક છે.ઉલ્લેખનિય છે કે 18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરાના હરણી તળાવ ખાતે એક બોટ પલટી જતાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોના જીવ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. પીડિત પરિવારો આજે પણ ન્યાય અને વળતર માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે આરોપીઓ પીડિત પરિવાર ને વળતર ચૂકવવા કારણો ધરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. ત્યારે વડોદરા કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી પરેશ શાહ પત્ની સાથે ગુજરાત બહાર ફરતો હોવાથી પીડિત પરિવારમાં વધુ ગમગીની ફેલાય ગઈ છે.
પરેશ શાહ જુલાઇમાં ગયો હોવાની સંભાવના...
જે સીસીટીવી વાયરલ થયેલા છે તે જુલાઇ મહિનાના છે અને તેથી પરેશ શાહ હાઇકોર્ટે આપેલા જામીનની શરતોનો ભંગ કરીને રાજસ્થાન પરિવાર સાથે ગયો હોવાની સંભાવના વ્યક્ત કરી છે, આરોપીઓ આ પ્રકારે કોર્ટની શરતો ભંગ કરીને ફરતા રહે તો સરકાર શું કરી રહી છે તે સમજાતું નથી. સરકારે આ મામલે તપાસ કરીને કોર્ટમાં શરતોનો ભંગ બાબતે ફરિયાદ કરવી જોઇએ
જો સરકાર નહી કરે તો અમે હાઇકોર્ટની પીટિશન કરીશું...
પરેશ શાહ હાઇકોર્ટની જામીનની શરતોનો ભંગ કરી રાજસ્થાન ફરતો રહે તે ચલાવી લવાય નહી. આ મામલે સરકાર હાઇકોર્ટમાં પીટીશન નહી કરે તો અમે પીડિત પરિવારો તરફથી પીટીશન કરીશું.
હિતેશ ગુપ્તા, પીડિતના વકીલ
17 ફેબ્રુઆરી 2025 ના રોજ પરેશ શાહનાં પરિવારે જગન્નાથપુરી જવા માટે-ગુજરાત બહાર જવા માટેની નામદાર કોર્ટની મંજૂરી માંગી હતી. જે મંજૂરી ગાહ્ય રાખી હતી. પરંતુ એ શરતી મંજૂરી 18 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધીની જ હતી. પરત આવ્યા બાદ ગુજરાતની હદ છોડવાની ન હતી. પછી ગુજરાતની હદ બહાર, કોર્ટની મંજૂરી વગર જઈ શકાય નહીં.
Reporter: admin







