દિલ્હી : 'વોટ ચોરી'ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન સામે આવ્યું છે. ચૂંટણી પંચે આજે રવિવારે 17 ઓગસ્ટે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર મામલે માહિતી આપી હતી.
જેમાં બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા અને 'વોટ ચોરી'ના આરોપો પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 'અમારા માટે પક્ષ-વિપક્ષ બંને સરખાં છે.' આ પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.અને '7 દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માગો...', 'વોટ ચોરી'ના આરોપ પર EC એ મોટું નિવેદન આપ્યું છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, 'કોઈપણ ફરિયાદ માટે ચૂંટણી પંચના દરવાજા ખુલ્લા રહે છે. જ્યારે વોટ ચોરી જેવા શબ્દનો ઉપયોગ કરવો તે ખોટું છે. આ મામલે કોર્ટમાં અરજી દાખલ કરવાની હતી. મતદારોના ફોટા, નામ અને ઓળખ જાહેરમાં બતાવવામાં આવ્યા, જે સંપૂર્ણપણે ખોટું છે.'તેમણે વધુમાં જણાવ્યું કે, 'ગંભીર ચિંતાનો વિષય છે કે રાજકીય પક્ષોના જિલ્લા પ્રમુખો અને તેમના દ્વારા નિયુક્ત કરાયેલા BLO દ્વારા ચકાસવામાં આવેલા દસ્તાવેજો અને પ્રમાણપત્રો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુધી પહોંચી નથી રહ્યા અથવા તો જમીની સ્તરે વાસ્તવિક્તાને નજર અંદાજ કરીને ભ્રમ ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.'
Reporter: admin







