જિલ્લા પંચાયત હસ્તકના રસ્તા પર યુદ્ધના ધોરણે મેટલ પેચ-ડામર પેચની કામગીરી કરવામાં આવી
છેલ્લા સવા એક મહિનામાં ચાર હજાર જેટલું ટન વેટમિક્સ અને ૧૩૦૦ ટન જેટલા મેટલ પેચનો ઉપયોગ કરાયો

૩૨ ડમ્પર, ૧૭ જેસીબી અને ૧૧૮ માનવબળ દ્વારા રસ્તાઓને દુરસ્ત કરવામાં આવ્યા
ચોમાસા દરમિયાન ભારે અને અતિભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થાય છે અને રોડ ક્ષતિગ્રસ્ત થવાના કારણે વાહનચાલકો અને લોકોને પડતી તકલીફોનું તાત્કાલિક નિરાકરણ લાવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ સઘન કામગીરી કરી રહ્યો છે. ચોમાસું શરૂ થવાથી લઈને અત્યાર સુધી એટલે કે છેલ્લા સવા એક મહિનામાં વડોદરા જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓને દુરસ્ત કરવા માટે યુદ્ધના ધોરણે મેટલ પેચ અને ડામર પેચની કામગીરી કરવામાં આવી રહી છે.

માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના કાર્યપાલક ઈજનેર વિનોદ ચૌધરીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે જૂન મહિનાની શરૂઆતથી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં ક્ષતિગ્રસ્ત માર્ગોને દુરસ્ત કરવા માટે અંદાજે કુલ ચાર હજારથી વધારે વેટમિક્સ પેચ, અંદાજે ૧૩૦૦ ટન મેટલ પેચ અને ૧૪૦૦ ટન રબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં કુલ ૧૭ જેસીબી, પાંચ રોલર, ૩૨ ડમ્પર, 13 ટ્રેક્ટર અને ૧૮૮ શ્રમિકો સહિત સાધનો અને માનવબળ જોતરાયું હતું. મહત્વનું છે કે, ભારે વરસાદ અને વાહનોની સતત અવર-જવરના કારણે એપ્રોચ પર છૂટાછવાયા વિસ્તારોમાં થયેલા માર્ગના નુકસાનના સમારકામ માટે પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે.





Reporter: admin







