News Portal...

Breaking News :

નરેન્દ્ર મોદીને નામીબિયા દેશે સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કર્યા

2025-07-10 11:47:21
નરેન્દ્ર મોદીને નામીબિયા દેશે સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કર્યા


વિન્ધોએક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નામીબિયા દેશે પોતાના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ એવોર્ડને ઓર્ડર ઓફ દ મોસ્ટ એન્સિઅન્ટ વેલ્વિત્શિયા મિરાબિલિસ તરીકે ઓળખવામાં આવે છે. 



વર્ષ ૧૯૯૫માં આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. જે મુખ્યત્વે વિશિષ્ટ સેવા અને નેતૃત્વને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. વડાપ્રધાન મોદી હાલ આફ્રિકન દેશ નામીબિયાની મુલાકાતે છે. જ્યાં તેમને આ સન્માન મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડ નામીબિયાના પ્રમુખ નેટુમ્બો નંદીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું આ એવોર્ડ ભારત અને નામીબિયાના નાગરિકોને અર્પણ કરૂ છું. ભારત અને નામીબિયાની ગાઢ મિત્રતાનો હું હિસ્સો છું જે મારા માટે ગૌરવ સમાન છે. આ બન્ને દેશો સ્વતંત્રતા બાદથી જ એકબીજાની મદદ કરતા આવ્યા છે. 


જ્યારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ એવા નેતા બની ગયા છે કે જેમને નામીબિયાએ પોતાના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કર્યા હોય. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાના પ્રમુખ સાથે બેઠક યોજી હતી અનેક મુદ્દે ચર્ચા કરી હતી. બેઠકમાં બન્ને દેશો વચ્ચે એમઓયુ થયા હતા, જે અંતર્ગત નામીબિયામાં એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેન્ટર ખોલવામાં આવશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાના વખાણ કર્યા હતા, તેમણે કહ્યું હતું કે ડિજિટલ ટેક્નોલોજી, સંરક્ષણ, કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે મુદ્દે બન્ને દેશો વચ્ચે સંમતિ સધાઇ હતી. પ્રોજેક્ટ ચીત્તામાં મદદ કરવા બદલ વડાપ્રધાન મોદીએ નામીબિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. બન્ને દેશો વચ્ચે ચાર કરારો થયા હતા જેમાં સ્વાસ્થ્ય અને મેડિસિનનો પણ સમાવેશ થાય છે.

Reporter: admin

Related Post