News Portal...

Breaking News :

મોનિકા કપૂરને સીબીઆઇ દ્વારા દિલ્હીની અદાલતમાં રજૂ કરવામાં આવશે

2025-07-10 11:45:19
મોનિકા કપૂરને સીબીઆઇ દ્વારા દિલ્હીની અદાલતમાં રજૂ કરવામાં આવશે


દિલ્હી : કર્ણાટકમાં જેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટીસ બહાર પાડવામાં આવેલી છે તેવી ૨૫ વર્ષથી નાસતીફરતી આર્થિક ગુનેગાર મોનિકા કપૂરને યુએસમાંથી પરત લાવવામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન-સીબીઆઇ-ને સફળતા મળી છે. 


મોનિકા કપૂરને સીબીઆઇ દ્વારા ગુરૂવારે દિલ્હીની અદાલતમાં રજૂ કરવામાં આવશે.સીબીઆઇની ટીમ દ્વારા મોનિકાને પકડી અમેરિકન એરલાઇન્સની ફલાઇટ એએ૨૯૨ દ્વારા ભારત પરત આવવા રવાના થઇ ચૂકી છે. આ વિમાન બુધવારે મોડી રાત્રે દિલ્હીના એરપોર્ટ પર પહોંચશે. અમેરિકન સત્તાવાળાઓ સાથે સહકાર સાધી સીબીઆઇએ આ બીજી મોટી સફળતા મેળવી છે. અગાઉ સીબીઆઇએ નેહલ મોદીની યુએસમાં ધરપકડ કરી હતી. મોનિકા ઓવરસીઝની માલિક મોનિકા કપૂર તથા તેના ભાઇઓ રાજન ખન્ના અને રાજીવ ખન્નાએ નિકાસના બનાવટી દસ્તાવેજો દ્વારા ૧૯૯૮માં કૌભાંડ કર્યું હોવાનું સીબીઆઇના પ્રવક્તાએ જણાવ્યું હતું. 


દાગીના ઘડવા અને તેની નિકાસ કરવા માટે આયાત ડયુટી મુક્ત સામગ્રી લાવવા માટે છ લાઇસન્સ મેળવવા મોનિકા અને તેના બંને ભાઇઓએ બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેમણે આ દસ્તાવેજો અમદાવાદની દીપ એક્સપોર્ટને પ્રિમિયમ લઇ વેચી માર્યા હતા. દીપ એક્સપોર્ટ દ્વારા આ લાઇસન્સ દ્વારા સોનાની ડયુટી ફ્રી આયાત કરાઇ હતી જેના કારણે સરકારી તિજોરીને ૧.૪૪ કરોડ રૂપિયાનો ફટકો પડયો હતો.

Reporter: admin

Related Post