News Portal...

Breaking News :

રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરુભાઈના પત્ની કોકિલાબેનની તબિયત લથડી

2025-08-22 11:16:50
રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરુભાઈના પત્ની કોકિલાબેનની તબિયત લથડી


મુંબઈ : રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અંબાણી અચાનક બીમાર પડી ગયા છે. તેમને HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 


અચાનક તબિયત બગડવાને કારણે આખો અંબાણી પરિવાર મુંબઈ પહોંચી ગયો છે. પરિવારના બધા સભ્યો કાલિની એરપોર્ટ પર જોવા મળ્યા. આ દરમિયાન અનિલ અને ટીના અંબાણી ખૂબ જ ઉદાસ દેખાતા હતા.કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક બગડવાને કારણે, આખો અંબાણી પરિવાર મુંબઈ પાછો ફર્યો છે. મુકેશ અને અનિલ અંબાણીએ તેમની માતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તબીબી સલાહ મુજબ પગલાં લીધાં છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલની ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે. પરિવારના સભ્યોએ હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપી નથી કે કોઈ નિવેદન પણ બહાર પાડ્યું નથી. પરંતુ પરિવારના નજીકના લોકોએ પુષ્ટિ આપી છે કે તેમની સારી સંભાળ રાખવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post