News Portal...

Breaking News :

રાજકીય દબાણમાં ક્રોસ ફરિયાદ કરનાર પોલીસ કર્મચારીઓ સામે પણ તપાસ થાય તેવી માગ

2025-08-22 10:46:38
રાજકીય દબાણમાં ક્રોસ ફરિયાદ કરનાર પોલીસ કર્મચારીઓ સામે પણ તપાસ થાય તેવી માગ


રોહિંગ્યાને આશરો આપવાના મુદ્દે વિરોધ કરનારા ભાદરવા ગ્રામ પંચાયતના સભ્ય પર સરપંચના પતિ ભાજપ અગ્રણી મહિપતસિંહ રાણાએ કર્યો જીવલેણ હુમલો, પોલીસનું ભાજપ તરફી વલણ 


વડોદરા જિલ્લાના  ભાદરવા ગામમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ અને તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મહિપતસિંહે તેમના સાગરીતો સાથે પીવાના પાણી મુદ્દે રજૂઆત કરનારા ગ્રામ પંચાયતના સભ્ય પર જીવલેણ હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા મહિપતસિંહે ટોળા સાથે ગ્રામ પંચાયતના સભ્ય ના ઘર પર પણ હુમલો કર્યો હતો., આ મામલે સ્થાનિક પોલીસે મહિપતસિંહ રાણા સામે કોઇ ખાસ પગલાં ન લેતા તથા મહિપતસિંહનો આતંક વધતાં ગ્રામ પંચાયતના સભ્યે ગુરુવાર નાં રોજ વડોદરા આવી જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. ભાદરવામાં પ્રભાતનગર સોસાયટીમાં રહેતા અશેક ગામેચીએ જીલ્લા પોલીસ વડાને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 17 તારીખે અમારા વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હોવાથી મે ઓપરેટરને ફોન કર્યો તે તેણે મારી સાથે ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ તે સરપંચના છોકરાઓ લઇને ધસી આવ્યો હતો,ત્યારબાદ સરપંચ જ્યોત્સનાબેનના પતિ મહિપતસિંહને ફોન કરતા તે ગાડી લઇને નશો કરેલી હાલતમાં આવ્યા હતા અને મારી પર ગાડી ચઢાવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પોલીસને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે સરપંચના પતિ પુત્રો અને સાગરીતોને લઇને મારા ઘેર આવ્યાહતા કારણ કે મે સરપંચના પતિ અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સામે જાહેરમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કેમ તેઓ બાંગ્લાદેશીઓને આશરો આપી રહ્યા છે આ સવાલ બાદ તેમણે રેકી કરાવી હતી અને અમારા ફળીયામાં જાણી જોઇને રોહિંગ્યાના પુત્રને પંપ ઓપરેટર તરીકે મુક્યો હતો અને તે મોડેથી પાણી ચાલુ કરતો હતો. એટલે મે પંપ ઓપરેટરને ઠપકો આપ્યો તો તેણે મને ધમકી આપી હતી અને બાદમાં મહિપતસિંહ અને તેના પુત્રો સાગરીતો સાથે આવીને ઓપરેટરનું ઉપરાણું લઇને મારા ઘેર આવ્યા હતા અને મારી પર જીવલેણ હુમલો કરેલો હતો મારા પર પાઇપ લાકડાની લાઠી વડે હુમલો કરી માર મારી ફળીયાના સભ્યો અને મહિલાઓ ને માર મારવામાં આવ્યો તથા મારા પરિવારના સભ્યો પર ગંભીર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તથા મહિલાઓ પર ગાડી ચઢાવી હતી જેનો વીડિયો પણ વાયરલ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે મે પોલીસને જાણ કરી ગુનો નોંધાવાનો પ્રયાસ કર્યો પણ પોલીસનું વલણ નિરાશાજનક હતું તથા મીડિયા અને ગ્રામજનોના દબાણ હેઠળ પોલીસે મારી ફરિયાદતો નોંધી પણ નબળી કલમો હેઠળ ગુનો નોંધ્યો અને મારી પર રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો. તેમણે માગ કરી હતી કે મારી પર હુમલો કરનાર મહિપતસિંહ રાણા અને તેના પુત્રો તથા સાગરીતો સામે તત્કાળ કાર્યવાહી કરી રાજકીય દબાણમાં ક્રોસ ફરિયાદ કરનાર પોલીસ કર્મચારી સામે પણ તપાસ થાય  

પોલીસે મહિપતસિંહ સામે નબળી કલમો હેઠળ ગુનો નોંધી છોડી દીધો...
એસપીને હું રજુઆત કરવા આવ્યો છું કે ગત 17 તારીખે હું ગ્રામપંચાયતનો સભ્ય છું અને મારા વિસ્તારમાં પાણીની તકલીફ હોવાથી મે પંપ ઓપરેટરને ફોન કર્યો કે પીવાનું પાણી નથી તો તે ગુસ્સે થઇ ગયો અને ગાળો બોલ્યો અને સરપંચના છોકરાને લઇને બાઇક લઇને મારા ઘેર આયો અને સરપંચ જ્યોત્સનાબેનના પતિ મહિપતસિંહ તુરત જ નશાની હાલતમાં આવીને મારી પર જીવલેણ હુમલો કરી મારી પર કાર ફેરવવાની કોશિશ કરી હતી અને મારા ઘર પર હુમલો કર્યો હતો તેથી મારો પરિવાર ખુબ ગભરાઇ ગયો હતો.  અમે પોલીસને જાણ કરી અને પોલીસ સ્ટેશન લઇ ગયા. પોલીસે મારી ઉપર રાયોટીંગનો ગુનો દાખલ કર્યો પણ એની પર નોર્મલ કલમો હેઠળ ગુનો કરી તેને છોડી દીધો અમે આજે રજૂઆત કરવા આવ્યા તો ગામના 4 છોકરાઓને માર માર્યો અને કહ્યું કે તમારે માથુ ઉંચુ કરીને નહી જવાનું. નબળા વર્ગનો અમારો સમાજ છે. જેથી મહિપતસિંહ સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે

અશોક ગામેચી, ભોગ બનનાર



મહિપતસિંહના છોકરાના ઇન્સ્ટાગ્રામમાં લખેલું છે...2 નંબરી
મહિપતસિંહના છોકરો પણ પિતાના જોરે ભારે રોફ જમાવે છે, બિટ્ટુ નામનો મહિપતનો છોકરો ઇન્સ્ટાગ્રામમાં ગેરકાયદેસર રેતી ભરવાના કાંડમાં રોફ જમાવતી રીલો અપલોડ કરે છે અને પાછો પોતાને બિન્ધાસ્ત 2 નંબરી ગણાવે છે. તેના ઇન્સ્ટાગ્રામમાં આ પ્રકારની ઘણી રીલ છે જેમાં તે ગેરકાયદેર રેતી ખનનમાં રેતી કાઢતા ડંમ્પરના વિડીયો મુકે છે. પોતાના પિતા ભાજપના અગ્રણી છે તેના જોરે તે 2 નંબરી કામકાજો કરે છે તેવુ તે પોતે જ ઇન્સ્ટાગ્રામમાં જણાવી રહ્યો છે. મહિપતસિંહ રાણા સામે અને તેના આ વંઠેલ દિકરા સામે ખાણ ખનીજ વિભાગે પણ તપાસ કરવી જોઇએ 

મહિપતસિંહનો વંઠેલ દિકરો સન્ની બાપાના જોરે ધમકી આપતો ફરે છે
ગેરકાયદેસર રીતે રેતી ખનનના કામો કરનારો મહિપતસિંહનો પુત્ર સન્નીનો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં બે જણ વાત કરે છે તેમાં એક સન્ની અને બીજો સામે ગોપાલ કરીને શખ્સ હોવાનું સાંભળવા મળે છે. આ ઓડિયોમાં સન્ની ગોપાલને ધમકી આપતો સાંભળવા મળે છે કે મારું મશીન પકડાયું તો ઉઠાવીને મારી મારીને છોતરા કાઢીશ આતો પપ્પાને લઇને શરમ ભરુ છું. તારે ભાદરવા આવવું છે તો મારી પરમીશન વગર ના આવતો નહીંતર મારીશ. તે ઓડિયોમાં કહે છે કે તું બ્લોક કાઢીશ તો હું તને છોડીશ નહી..તું આઇ જા મે તને કહ્યું તું ને એલે ગોપાલ નામનો આ શખ્સ કહે છે કે સની આખો તારો બ્લોક છે તું તારે ખોદી નાખ અને ત્યારે આ સન્ની સામે કહે છે કે મારા સામે અરજી થઇ અને મારુ નામ આયું તો બે તમાચા મારીશ આ તો પપ્પાની શરમ રાખું છું. આ સળી કરી તે કરી હવે ના કરતો હવે પપ્પા જોડે વાત કરવી પડશે.

Reporter: admin

Related Post