News Portal...

Breaking News :

પ્રાદેશિક આર્મી પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી કરાઈ

2024-09-22 13:43:40
પ્રાદેશિક આર્મી પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી કરાઈ


811 એન્જિનિયરિંગ રેજિમેન્ટ ONGC ટેરિટોરિયલ આર્મીએ ડીકેથલોન, વડોદરા અને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી ભવ્ય મેરેથોન "શુરતા રન" આયોજન  ટેરિટોરિયલ આર્મીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. 


ઓક્ટોબર ૧૯૪૯ના રોજ સ્થપાયેલી ટેરિટોરિયલ આર્મી રાષ્ટ્રની સેવાના ૭૫ વર્ષ પૂરા કરી રહ્યા છે. તેને "પીપલ્સ આર્મી" તરીકે ઓળખાય છે,TA રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન આપવાનો અને રાષ્ટ્રીય કટોકટીના સમય દરમિયાન નાગરિક સત્તાવાળાઓને મદદ કરવાનો વિશિષ્ટ ઇતિહાસ ધરાવે છે.  811 Engr Regt. ONGC (TA) એ વડોદરા ખાતે સ્થિત એક વિભાગીય એકમ છે જે ONGC સાથે સંકલિત રીતે કામ કરે છે. અને ટેરિટોરિયલ આર્મીના ભાગ રૂપે ONGC સાથે તેના સશસ્ત્ર દળોના દાયરામાં સંલગ્ન હોવાને કારણે રાષ્ટ્રના તેલ ઊર્જા ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપે છે.૨૨ સપ્ટેમ્બરે શૂરતા રનને વડોદરાના ડેકાથલોન ગ્રાઉન્ડ ખાતે સવારે ૬.૦૦ વાગ્યે બ્રિગેડિયન આર.એસ. ચીમા stn કમાન્ડર દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. 


સમાજના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો આર્મી, ONGC, કેન્દ્ર અને રાજ્ય સરકારની સેવાઓના અધિકારી, કર્મચારીઓ અને સ્થાનિક લોકો આ મેરેથોનમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં વડોદરાના સ્થાનિક લોકો અને યુવાનોની પણ દિલથી ભાગીદારી જોવા મળી હતી. આર્મી અધિકારીઓએ TA એકમોની ભૂમિકા પર વિશેષ સમજણ આપી હતી. દેશના યુવાનોને ટેરિટોરિયલ આર્મીમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શૂરતા રનનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહિત કરવાનો છે અને નાગરિકો આમાં વધારે માં વધારે ભાગ લે એવો આગ્રહ કર્યો હતો. યુનિટની પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસર અને એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલિસ્ટ કર્નલ પ્રિના વર્માએ વડોદરાના યુવાનોને ટેરિટોરિયલ આર્મીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને રાષ્ટ્રની સેવા કરવાના ગર્વ પર ભાર મૂક્યો હતો. ટેરિટોરિયલ આર્મી, તેની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીમાં મહિલા સશક્તિકરણ અને ફિટ ઈન્ડિયા ચળવળની ભારત સરકારની પહેલ સાથે જોડાવા આગ્રહ કર્યો હતો

Reporter:

Related Post